New Delhi News : દિલ્હી રમખાણો (Delhi riots case) સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે સાત આરોપીઓની જામીન અરજી પર વિચારણા કરી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ (Umar Khalid) ની જામીન અરજી ફગાવી દીધી, જ્યારે અન્ય પાંચ આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા.
ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની અને જામીન અરજી ફગાવી
જામીન માગનાર આરોપીઓમાં ગુલ્ફીશા ફાતિમા, શર્જીલ ઇમામ, મીરાં હૈદર, ઉમર ખાલિદ, (Umar Khalid) શિફા-ઉર-રહેમાન, મોહમ્મદ શકીલ ખાન અને શાદાબ અહેમદનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું હતું કે શર્જીલ ઇમામ અને ઉમર ખાલિદ (Umar Khalid) સામેના આરોપો ગંભીર સ્વરૂપના હોવાથી હાલના તબક્કે તેમને જામીન આપવું યોગ્ય નથી.

કોર્ટે અન્ય પાંચ આરોપીઓના કેસમાં તપાસની હાલની સ્થિતિ, તેમની ભૂમિકા અને લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીનો વિચાર કરી તેમને જામીન આપવાનો નિર્ણય લીધો. આ સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જામીન મળવાનો અર્થ આરોપોમાંથી મુક્તિ નહીં ગણાય અને કેસની આગળની કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રહેશે.

દિલ્હીમાં થયેલા રમખાણોના કેસ સાથે જોડાયેલા
2020માં દિલ્હીમાં થયેલા રમખાણોના કેસ સાથે જોડાયેલા મામલામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ સંબંધિત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓ પર અગાઉ સુપ્રીમ કોર્ટે (Supreme Court) વિચારણા કરીને તેને ફગાવી દીધી હતી. બાદમાં, મામલાની ગંભીરતા, કાનૂની મુદ્દાઓ અને બંને પક્ષોની વિગતવાર દલીલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ફરીથી સુનાવણી કરી હતી. તમામ પક્ષોની દલીલો સંપૂર્ણ રીતે સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે (Supreme Court) 10 ડિસેમ્બર, 2025ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: દિલ્હીમાં થયેલા રમખાણો મામલે JNU નાં પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ સાથે પોલીસે કરી પૂછપરછ
આ પણ વાંચો: ન્યુયોર્કના મેયર મમદાનીની ઉમર ખાલિદને કરુણાભર્યો પત્ર, જેલમાં વિતતાં સમય પર સહાનુભૂતિ દર્શાવી
આ પણ વાંચો: દિલ્હી સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી, ઉમર ખાલિદની અરજી….
