IND vs AUS 2nd T-20/ ભારતીય ટીમેે ઓસ્ટ્રેલિયાને આપી માત, 2-0 થી સીરીઝ પર મેળવી જીત

ભારતીય ટીમે આજે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરીઝની બીજી મેચ પોતાના નામે કરી છે. મેચમાં છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારી હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને જીત અપાવી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં થયેલા પરાજયનો બદલો આખરે લઇ લીધો છે અને ટી- 20 શ્રેણીમાં 2-0થી અગમ્ય લીડ મેળવી લીધી છે. સિડનીમાં રમાયેલી શ્રેણીની બીજી ટી-20 મેચમાં ભારતે […]

Top Stories Sports
corona 67 ભારતીય ટીમેે ઓસ્ટ્રેલિયાને આપી માત, 2-0 થી સીરીઝ પર મેળવી જીત

ભારતીય ટીમે આજે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરીઝની બીજી મેચ પોતાના નામે કરી છે. મેચમાં છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારી હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને જીત અપાવી છે.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં થયેલા પરાજયનો બદલો આખરે લઇ લીધો છે અને ટી- 20 શ્રેણીમાં 2-0થી અગમ્ય લીડ મેળવી લીધી છે. સિડનીમાં રમાયેલી શ્રેણીની બીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજિત કર્યું છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. યજમાન ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ વેડનાં (58) રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 2 બોલ બાકી રહેતા 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યા (42 નોટ આઉટ) એ જીતની સિક્સર ફટકારી હતી.

શિખર ધવન અને લોકેશ રાહુલે 195 રનનાં મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઝડપી શરૂઆત આપી હતી. રાહુલને ટીમનાં 56 નાં સ્કોર પર એન્ડ્રુ ટાયે પોતાનો શિકાર બનાવ્યો હતો. રાહુલે 22 બોલમાં 2 ચોક્કા અને 1 છક્કાની મદદથી 30 રન બનાવ્યા હતા. આ પછી, શિખર ધવને તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 11 મી ફીફ્ટી ફટકારી હતી. તે સ્વેપ્સનનાં બોલ પર એડમ જાંપાનાં હાથે કેચ આઉટ થયો હતો. ધવને 36 બોલમાં 4 ચોક્કા અને 2 છક્કાની મદદથી 52 રન બનાવ્યા હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો