Not Set/ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજકીય ગતીવિઘીઓ તેજ

NDAનાં સાંસદો દિલ્હી જવા રવાનાં, નરેન્દ્ર મોદીને પોતાનાં નેતા ચૂંટશે. તો કોંગ્રેસની CWC બેઠક પણ મળશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપી શકે છે, દેશ-દુનિયાની આંખો દિલ્હી પર….. ભાજપ અને સાથી પક્ષોએ 543 બેઠકમાંથી 542 બેઠક પર યોજવામાં આવેલ ચૂંટણીમાં 352 બેઠકો સાથે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરીછે. નરેન્દ્ર મોદી ભાજપ અને તમામ સાથી પક્ષો […]

Top Stories India
nda meeting રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજકીય ગતીવિઘીઓ તેજ

NDAનાં સાંસદો દિલ્હી જવા રવાનાં, નરેન્દ્ર મોદીને પોતાનાં નેતા ચૂંટશે. તો કોંગ્રેસની CWC બેઠક પણ મળશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપી શકે છે, દેશ-દુનિયાની આંખો દિલ્હી પર…..

nda1 રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજકીય ગતીવિઘીઓ તેજ

ભાજપ અને સાથી પક્ષોએ 543 બેઠકમાંથી 542 બેઠક પર યોજવામાં આવેલ ચૂંટણીમાં 352 બેઠકો સાથે રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરીછે. નરેન્દ્ર મોદી ભાજપ અને તમામ સાથી પક્ષો માટે ચૂંટણીનો એક માત્ર ચહેરા હતા. તો આજે ભાજપ+નાં તમામ નવા ચૂંટાયેલા સાંસદો આજે દિલ્હી જવા રવાનાં થઇ ગયા છે. ગુજરાતનાં તમામ સાંસદોએ પણ દિલ્હીના સવારમાં જ દિલ્હીની વાટ પકડી છે.  દિલ્હીમાં NDAની આજે બેઠક યોજવવા જઇ રહી છે. બેઠકમાં નરેન્દ્ર મોદીને પોતાનાં નેતા ચૂંટવામાં આવ્યાની મોહર મારવામાં આવશે.

cwc રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજકીય ગતીવિઘીઓ તેજ

બીજી તરફ કોંગ્રેસની CWCની બેઠક પણ આજે મળી રહી છે. દેશભરમાં નાલેશી ભરી હાર સાથે નિષ્ફળતાને વરેલી કોંગ્રેસની CWC બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હારની જવાબદારી સ્વીકારી કોંગ્રેસનાં પ્રમુખ પદ્દેથી રાજીનામું આપે તેવી સંપૂર્ણ શક્યતા જોવાઇ રહી છે. કોંગ્રેસની વર્કીંગ કમીટી રાજીનામુ સ્વીકારશે કે કેમ? આ મામલે દેશ-દુનિયાની નજર મંડાયેલી છે. જો રાજીનામુ ન સ્વીકારે તો હવે શું? અને સ્વીકારે તો હવે કોણ?  તે સવાલનાં જવાબ માટે સૌ કોઇ મિટ માંડીને બેઠુ છે.