US Visit/ PM મોદી આ મહિને જઈ શકે અમેરિકાના પ્રવાસે, પહેલીવાર મળશે જો બિડેન

પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય છે…

Top Stories India
PM મોદી

પીએમ નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકાના પ્રવાસે જઈ શકે છે, તેઓ 23-24 સપ્ટેમ્બરે બે દિવસની મુલાકાત લેશે. જોકે, આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ એએનઆઈના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે PM મોદીની અમેરિકા મુલાકાત ત્રીજા સપ્તાહમાં શક્ય છે. PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય છે અને તેનું એક મહિનાનું રાષ્ટ્રપતિ પદ ગયા મહિને સમાપ્ત થયું હતું. આપને જણાવી દઈએ કે જો બિડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ 2019 માં તેઓ અમેરિકા ગયા હતા.

આ પણ વાંચો :પાર્ટી નહી, હવે રથયાત્રા સરકાર કરશે!

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ યાત્રા મહત્વપૂર્ણ હશે. પીએમ મોદી જો બાઇડેન સાથે મુલાકાત ઉપરાંત અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અમેરિકા પ્રવાસ પર મોદીનો એજન્ડા અફઘાનિસ્તાન સંકટ અને ચીન પર હેશે.

મનાઈ રહ્યું છે કે આ પ્રવાસ દરમિયાન બન્ને પક્ષો ભારત -પ્રશાંત વિસ્તારના એક મહત્વકાંક્ષી એજન્ડા પર વાતચીત કરી શકે છે. ચીને બન્ને દેશોની ચિંતા વધારી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે મોદીના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટનમાં ક્વાર્ડ નેતાઓના શિખર સંમેલનની યોજના બનાવાઈ રહી છે. પરંતુ જાપાન પીએમ યોશિહિદે સુગાએના રાજીનામા બાદ સ્થિતિ થોડી બદલાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર ક્વાર્ડ નેતાઓના વ્યક્તિગત શિખર સમ્મેલનમાં મળવાની આછા ઓછી છે. પરંતુ મોદી અને  જો બિડેન આમાં વ્યક્તિગત રુપે સામેલ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન અને જાપાનના સુગા વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાઈ શકે છે.

આ પણ વાંચો :દુર્ગા પૂજાના પંડાલમાં લાગશે મમતા દેવીની મૂર્તિ, હાથોમાં શસ્ત્રોની જગ્યાએ હશે આ સ્કીમ

અંગ્રેજી અખબાર મુજબ પીએમના એજન્ડાને આકાર આપવા માટે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં બાયડન પ્રશાસનના મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને તેમના ઉપ સચિવ વેન્ડી શર્મન પણ સામેલ હતા. કહેવાઈ કહ્યું છે કે તેમની સાથે રાજનીતિક દ્વિપક્ષીય સંબંધો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે અને અફઘાનિસ્તાનમાં હાજર સ્થિતિ પર વાતચીત કરવામાં આવી છે.

આ પણ વાંચો : PM મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, વિશ્વમાં આતંકવાદ અને ઉગ્રવાદ માટે…

આ પણ વાંચો :DCGI એ રિલાયન્સ લાઈફ સાયન્સીસની કોવિડ -19 રસીના પ્રથમ તબક્કાના ટ્રાયલને આપી મંજૂરી

આ પણ વાંચો : પંજાબમાં ક્રોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે APPને ફાયદો