Not Set/ મોલ મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગની જવાબદારી સંચાલકોની : પોલીસનું સોગંદનામું

અમદાવાદમાં આડેધડ ટ્રાફિકની સમસ્યાને કાબુમાં લેવા માટે અમદવાદ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસથી ટ્રાફિક ડ્રાઈવ સહિતના પગલાં સહિતના લેવા પડ્યા છે. ત્યારે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરતા જણાવ્યું કે, મોલ અને મલ્ટીપ્લેક્સ જાહેર સ્થળો છે. તેમાં પાર્કિંગની સુવિધા આપવી એ સંચાલકોની જવાબદારી છે. મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગ સ્થળના નિભાવ માટે પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી હોવાનો […]

Ahmedabad Top Stories Gujarat
38763 ocxjqcbhlf 1470336340 મોલ મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગની જવાબદારી સંચાલકોની : પોલીસનું સોગંદનામું

અમદાવાદમાં આડેધડ ટ્રાફિકની સમસ્યાને કાબુમાં લેવા માટે અમદવાદ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસથી ટ્રાફિક ડ્રાઈવ સહિતના પગલાં સહિતના લેવા પડ્યા છે.

ત્યારે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરતા જણાવ્યું કે, મોલ અને મલ્ટીપ્લેક્સ જાહેર સ્થળો છે. તેમાં પાર્કિંગની સુવિધા આપવી એ સંચાલકોની જવાબદારી છે.

5406284f24801dc79fffd4dae77bcd3b e1538381387725 મોલ મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગની જવાબદારી સંચાલકોની : પોલીસનું સોગંદનામું

મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગ સ્થળના નિભાવ માટે પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી હોવાનો દાવો કરતા સંચાલકો હાઇકોર્ટ ગયા છે. જોકે, પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા માટે મજબુર કરવા એ કાયદેસર ગુનો છે.

708185 parking ahmedabad 072318 e1538381439871 મોલ મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગની જવાબદારી સંચાલકોની : પોલીસનું સોગંદનામું

પોલીસે સોગંદનામામાં એવું પણ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું, તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. સાથે જ ખંડપીઠ દ્વારા કરવામાં આવેલી પોલીસ કામગીરીની પ્રશંસાને પણ સોગંદનામામાં આવરી લેવામાં આવી હતી.