ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ફેબ્રુઆરીની શરૂઆતના દિવસોમાં પણ ઠંડીથી કોઈ રાહત નથી. ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.તે જ સમયે, હવામાન વિભાગ (IMD) એ 3-4 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે…આગામી બે દિવસ રાજધાનીમાં વરસાદ પડી શકે છે. જમ્મુ અને શિમલા સહિત ઘણા વિસ્તારોમાં આજે એટલે કે બુધવાર, 2 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ભલે ઘટ્યું પણ આગમી દિવસોમાં શીતલહેરની પૂરી સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.સવારે અને સાંજે ધુમ્મસ રહી શકે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં આજનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે..તો ચંદીગઢમાં આજનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. ચંદીગઢમાં આવતીકાલે વરસાદ પડી શકે છે.જ્યારે આજે વાદળછાયું વાતાવરણ રહેશે.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની વાત કરીએ તો, આજે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી જશે.આકાશ વાદળછાયું રહેશે. રાજસ્થાનના જયપુર શહેરનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જવાની આશંકા છે.
ક્યાં કેટલુ તાપમાન ?
શહેર લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન
દિલ્હી 7.0 22.0
શ્રીનગર 2.0 09.0
અમદાવાદ 16.0 32.0
ભોપાલ 12.0 28.0
ચંદીગઢ 08.0 18.0
દેહરાદૂન 05.0 22.0
જયપુર 10.0 25.0
ચુરુ 13.0 27.0
મુંબઈ 18.0 31.0
લખનૌ 08.0 23.0
ગાઝિયાબાદ 13.0 19.0
જમ્મુ 13.0 19.0
લેહ -14.0 -1.0
પટના 11.0 22.0
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે બજેટને ‘જાહેર મૈત્રીપૂર્ણ’ ગણાવતા કહ્યું- ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરશે
આ પણ વાંચો:ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે : વિજય સુંવાળા