Not Set/ કાશ્મીર/ શરીફ ખાનનો મૃતદેહ ભરતપુર પહોંચ્યો, કુટુંબે સ્વીકારવાની પાડી ના, કરી આવી માગ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંથી ટ્રક ચાલક શરીફ ખાન કે જેની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ બુધવારે સવારે મેવાત સ્થિત તેમના પૂર્વ ગામ ઉભાકા પહોંચતા પહેલા તેને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યો હતો. શરીફના પરિવાર સાથે ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ માગણીઓ મૂકી છે. અને માગ ન સંતોષાય ત્યાં સુધી તિલકપુરમાં એમ્બ્યુલન્સમાંથી ડેડબોડી લેવાની ના પાડી […]

India
kashmir કાશ્મીર/ શરીફ ખાનનો મૃતદેહ ભરતપુર પહોંચ્યો, કુટુંબે સ્વીકારવાની પાડી ના, કરી આવી માગ
જમ્મુ-કાશ્મીરના શોપિયાંથી ટ્રક ચાલક શરીફ ખાન કે જેની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ બુધવારે સવારે મેવાત સ્થિત તેમના પૂર્વ ગામ ઉભાકા પહોંચતા પહેલા તેને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યો હતો. શરીફના પરિવાર સાથે ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ માગણીઓ મૂકી છે. અને માગ ન સંતોષાય ત્યાં સુધી તિલકપુરમાં એમ્બ્યુલન્સમાંથી ડેડબોડી લેવાની ના પાડી હતી.
આપને જણાવી દઇએ કે, પહેલા શરીફ ખાનનો મૃતદેહ જમ્મુથી મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યો હતો. ત્યાંથી પહાડી જીલ્લા અધિકારી મૃતદેહ સાથે ભરતપુર પહોંચ્યા હતા. અહીં, ગ્રામજનોના ટોળાએ તિલકપુર ગામ નજીક એમ્બ્યુલન્સ અટકાવી હતી અને મૃતદેહ લેવાની ના પાડી હતી, વહીવટી સમક્ષ તેમની માગણીઓ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શરીફને બે દિવસ પહેલા આતંકીઓએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.
પરિવાર દ્વારા સરકાર સમક્ષ 5 માગ મુકવામાં આવી છે 
1. 50 લાખ વળતર
2. આશ્રિતોને સરકારી નોકરી,
3. મૃતક શરીફને શહીદનો દરજ્જો
પરિવાર દ્વારા આવી માગ કરતા હાલ મૃતદેહની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી અને પરિવાર તેમની માગણીઓ પર અડગ છે.
મંગળવારે ઉભાકાના શરીફના પૂર્વજ ગામ મેવાત વિસ્તારમાં સંબંધીઓને વળતર આપવાની માગ કરવામાં આવી હતી. ગામલોકોના જણાવ્યા મુજબ, ત્રણ પુત્રીનાં પિતા શરીફ ખાન પરિવારનો એકમાત્ર કમાણી કરતો વ્યક્તિ હતા. તેની હત્યા બાદ સમગ્ર પરિવાર ઉપર સંકટનો પહાડ તૂટી ગયો છે. જીવવાની સાથે સાથે બાળકોના શિક્ષણ અને શિક્ષણ ઉપર પણ સંકટના વાદળો છવાઈ ગયા છે. આ જોતા ગ્રામજનોએ પીડિત પરિવારને વળતરની આપવાની માગ કરી છે. મંગળવારે ગામના લોકો SDM જગદીશ આર્યના માધ્યમથી પરિવારજનોને બાંધવા આવ્યા હતા અને સરકારી નોકરી અને મૃતકના આશ્રિતને વળતરની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.