નવી દિલ્હી/ મોટી સંખ્યામાં લોકો છોડી રહ્યા છે ભારત દેશ, સામે આવેલા આંકડો જોઈ ચોંકી જશો

છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિક્તા છોડી છે.રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે પ્રાપ્ત આંકડા અનુસાર આશરે..

India
ભારત

પ્રતિવર્ષ ભારતની નાગરિકતા છોડનારા લોકોનો આંકડો ખુબજ મોટો છે.છેલ્લા 5 વર્ષમાં છ લાખ ભારતીયો નાગરિકતા છોડી ચૂક્યા છે. આ વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં જ 1 લાખ, 11 હજારથી વધુ લોકો ભારત ની નાગરિકતા છોડી ચૂક્યા છે. લોકસભામાં સરકારે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિક્તા છોડી છે.રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે પ્રાપ્ત આંકડા અનુસાર આશરે 1 કરોડ 33 લાખ ભારતીયો વિદેશમાં રહે છે. જે રીતે પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી હતી તેવી જ રીતે પાંચ વર્ષમાં 10 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી પણ કરી છે.

આ પણ વાંચો :જયા બચ્ચન સસ્પેન્ડેડ સાંસદો પાસે ચોકલેટ અને ટોફી લઈને પહોંચી હતી

જે 10645 લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી,  તેમાંથી 4177 લોકોની નાગરિક્તા માટેની માગણીને માન્ય રાખવામાં આવી છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે.

જે 10645 લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી હતી તેમાંથી 227 અમેરિકી, 7782 પાકિસ્તાની, 795 અફઘાનિસ્તાની અને 184 બાંગ્લાદેશી છે. 1106ને 2016મા, 817ને 2017માં, 628ને 2018માં, 987ને 2019માં, 639ને 2020માં નાગરિક્તા આપવામાં આવી છે.

આ પણ વાંચો :પીએમ મોદીના વખાણ કરવા બદલ સજા

સરકારે સાથે એમ પણ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ નાગરિક્તા જતી કરી છે. જેમાં 1,33,049 લોકોએ 2017માં, 134561એ 2018માં, 144017એ 2019માં, 85248એ 2020માં અને સપ્ટેમ્બર 2021 સુધીમાં 111287 લોકોએ ભારતીય નાગરિક્તા જતી કરી હતી.

કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે હાલ રાષ્ટ્રીય સ્તરે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સને લાગુ કરવાનું આયોજન નથી. જોકે નાગરિક્તા સુધારા કાયદાનો અમલ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી દેવાયો છે. અને જે લોકો આ કાયદા અંતર્ગત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો :MPમાં બાળકનો જીવ બચાવવા માતાએ દીપડા સાથે બાથ ભીડી , સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો :દિલ્હીમાં સસ્તુ થશે પેટ્રોલ, જાણો રાજધાનીમાં હવે કેટલામા મળશે પેટ્રોલ

આ પણ વાંચો :બિહારમાં કોર્ટ અને પોલીસના સંબંધો બગડી રહ્યા છે