Not Set/ આંતરરાષ્ટ્રીય ઉડાનો 15 ડિસે.થી નહીં થાય શરૂ, ઓમિક્રોનના પગલે નિર્ણય રદ્દ કરાયો

દેશમાં 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ નહીં થાય, કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ગયા વર્ષે 23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.

Top Stories India
આંતરરાષ્ટ્રીય

દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન અત્યારે પહેલાની જેમ જ કરવામાં આવશે. તાજેતરમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ એટલે કે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરી શકાય છે. પરંતુ હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા વર્ષે 23 માર્ચથી દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે, લગભગ 28 દેશો સાથે એર બબલ વ્યવસ્થા હેઠળ ગયા વર્ષે જુલાઈથી ભારતમાંથી વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :મોટી સંખ્યામાં લોકો છોડી રહ્યા છે ભારત દેશ, સામે આવેલા આંકડો જોઈ ચોંકી જશો

ડીજીસીએ દ્વારા જણાવાયું છે કે, નવો વેરિયંટ સામે આવ્યા બાદ હાલ જોવા મળી રહેલી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ શરુ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુરોપ સહિત દુનિયાના ઘણા દેશોએ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર નિયંત્રણ મૂક્યા છે. ભારતમાં પણ આફ્રિકન દેશમાંથી આવતા લોકોને માટે સાત દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :જયા બચ્ચન સસ્પેન્ડેડ સાંસદો પાસે ચોકલેટ અને ટોફી લઈને પહોંચી હતી

હજુ ગયા સપ્તાહે જ ભારત સરકારે કોરોનાના નિયંત્રણો હળવા કરવાની કવાયતના ભાગ રુપે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ્સ શરુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આફ્રિકામાં ઓમિક્રોન વેરિયંટ દેખાતા જ આ નિર્ણયને સમીક્ષા હેઠળ મૂકવામાં આવ્યો હતો. ભારતમાં નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ભલે બંધ હોય પરંતુ જુલાઈ 2020થી 31 દેશો સાથે થયેલી સમજૂતી અનુસાર ખાસ ફ્લાઈટ્સ ચાલુ કરવામાં આવી છે.

આ પણ વાંચો :પીએમ મોદીના વખાણ કરવા બદલ સજા

આ પણ વાંચો : MPમાં બાળકનો જીવ બચાવવા માતાએ દીપડા સાથે બાથ ભીડી , સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે આવી પ્રતિક્રિયા

હાલના નિયમો અનુસાર, આફ્રિકાથી આવનારા પેસેન્જર્સ માટે એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન થવું ફરજિયાત છે. ત્યારબાદ તે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે. જો તે ટેસ્ટ નેગેટિવ હશે તો જ તે વ્યક્તિનો ક્વોરન્ટાઈન પિરિયડ સમાપ્ત થશે. પરંતુ જો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. ગુજરાતમાં પણ આવા કેટલાક વ્યક્તિને હાલ ક્વોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :દિલ્હીમાં સસ્તુ થશે પેટ્રોલ, જાણો રાજધાનીમાં હવે કેટલામા મળશે પેટ્રોલ