Not Set/ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જાહેરાત સાથે જ વિપક્ષોએ કર્યો ભારે હંગામો,સાસંદે ફાડ્યો કુર્તો

દિલ્હી, જમ્મુ-કાશ્મીરને લઈને છેલ્લા કેટલાય દિવસથી અસમજસના વાદળો  દૂર કરતા અમિત શાહે આર્ટિકલ 37૦ને દુર કરવા માટેનો સંકલ્પપત્ર આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો છે.આ સંકલ્પપત્ર રજુ કરવાની સાથે જ વિપક્ષોએ રાજ્યસભામાં હોબાળો કર્યો હતો. બિલની રજૂઆત તે વિપક્ષ દળ કોંગ્રેસ અને પીડીપીએ ખુબ જ હંગામો કર્યો છે.પીડીપીના રાજ્યસભાના સાંસદ એમ એમ ફયાઝે તો વિરોધ કરતાં પોતાનો કુર્તો […]

Top Stories India
aaare 4 જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જાહેરાત સાથે જ વિપક્ષોએ કર્યો ભારે હંગામો,સાસંદે ફાડ્યો કુર્તો

દિલ્હી,

જમ્મુ-કાશ્મીરને લઈને છેલ્લા કેટલાય દિવસથી અસમજસના વાદળો  દૂર કરતા અમિત શાહે આર્ટિકલ 37૦ને દુર કરવા માટેનો સંકલ્પપત્ર આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો છે.આ સંકલ્પપત્ર રજુ કરવાની સાથે જ વિપક્ષોએ રાજ્યસભામાં હોબાળો કર્યો હતો.

બિલની રજૂઆત તે વિપક્ષ દળ કોંગ્રેસ અને પીડીપીએ ખુબ જ હંગામો કર્યો છે.પીડીપીના રાજ્યસભાના સાંસદ એમ એમ ફયાઝે તો વિરોધ કરતાં પોતાનો કુર્તો પણ ફાડી નાખ્યો હતો.રાજ્યસભામાં ભારે હોબાળો મચાવતા પીડીપીના બે સાસંદ નઝીર અહેમદ અને એમ એમ ફયાઝને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે ભારતના બંધારણના આર્ટિકલ 370 ની કલમ  સિવાય આ આર્ટીકલની તમામ કલમો રદ કરવાની ભલામણ કરી હતી. આ સાથે જમ્મુ-કાશ્મીરને પોતાની વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. આ ઉપરાંત લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવા પણ ભલામણ કરવામાં આવી છે.

ગૃહમંત્રીની આ ભલામણ સાથે જ વિપક્ષોએ હોબાળો કરતાં રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ ગૃહમાં માર્શલને બોલાવવા આદેશ આપ્યો. આ સાથે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે.

બિલ રજુ કરતા શાહે કહ્યું, “રાષ્ટ્રપતિ દ્વારા આ ગેજેટની નોટિફિકેશનને સ્વીકારવામાં આવશે ત્યારથી બંધારણની કલમ 37૦ (1) સિવાય અન્ય કોઈ કલમ લાગુ થશે નહીં.” શાહે વધુમાં કહ્યું કે, “અમે જે ચાર ઠરાવો અને બિલ લાવ્યા છે તે કાશ્મીર મુદ્દા પર જ છે.” હું ઠરાવ રજૂ કરું છું. કલમ 37૦ (1) સિવાયની તમામ કલમો રાષ્ટ્રપતિની મંજૂરીથી સમાપ્ત થશે. ‘

અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આર્ટિકલ 370 ની તમામ કલમો લાગુ થશે નહીં. એટલે કે સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370  હટાવવાની ભલામણ કરી છે. શાહના નિવેદન દરમિયાન વિપક્ષી પાર્ટીઓ સંસદમાં ઉગ્રતાથી છે. વિરોધી પક્ષોનો આક્ષેપ છે કે સરકારે બિલની જાણકારી આપી નહોતી. રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ગૃહમાં જ દેખાવો શરૂ કરી દીધા હતા.

ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં બોલવા ઉભા થતાં જ વિપક્ષોએ હોબાળો મચાવ્યો. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ કેમ છે. પૂર્વ મુખ્યમંત્રી કેમ નજરબંધ કેમ છે?

જમ્મુ-કાશ્મીર અનામત સુધારણા બિલ રજૂ કરતા પહેલા રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પહેલા જમ્મુ-કાશ્મીર પર ચર્ચા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ત્રણ-ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનોને નજરબંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં શું ચાલી રહ્યું છે તેની ચર્ચા પહેલા થવી જોઈએ. આ સવાલ પર જવાબ આપવા તૈયાર રહો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.