2023 World Cup/ ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,શમીએ લીધી શાનદાર 7 વિકેટ

ભારતે ન્યુઝીલેન્ડને  રનથી હરાવીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, મોહમ્મદ સામીએ મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી,સામીએ સાત વિકેટ લઇને મેચમાં ભારતને વાપસી કરાવી હતી

Top Stories Sports
5 2 2 ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,શમીએ લીધી શાનદાર 7 વિકેટ

ભારતે ન્યુઝીલેન્ડને  રનથી હરાવીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, મોહમ્મદ સામીએ મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી,સામીએ સાત વિકેટ લઇને મેચમાં ભારતને વાપસી કરાવી હતી.ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદીની મદદથી 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા,જેના જવાબમાં  ન્યુઝીલેન્ડ 327 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને પાછલી હારનો બદલો લીધો હતો. હવે ભારતીય ટીમ 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ રમશે. ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ તમામ વિકેટ ગુમાવીને માત્ર 327 રન જ બનાવી શકી હતી.

398 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શમીએ પાવરપ્લેમાં જ બંને ઓપનિંગ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. કોનવે 13 રન બનાવીને આઉટ થયો હતો અને રચિન 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેન વિલિયમસન અને ડેરિલ મિશેલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 181 રનની ભાગીદારી થઈ હતી. મોહમ્મદ શમીએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને ભારતની વાપસી કરી હતી. કેન વિલિયમસન 73 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ડેરીલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચે 75 રનની ભાગીદારી થઈ હતી. બુમરાહે ફિલિપ્સને પેવેલિયન મોકલ્યો હતો. ગ્લેન ફિલિપ્સ 33 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહને પહેલી વિકેટ મળી હતી. શમીએ સાત વિકેટ ઝડપી હતી.

 


 

whatsapp ad White Font big size 2 4 ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,શમીએ લીધી શાનદાર 7 વિકેટ


 

આ પણ વાંચોઃ ટ્રેન દુર્ઘટના/ નવી દિલ્હી-દરભંગા ક્લોન એક્સપ્રેસમાં લાગી આગ,મુસાફરોએ કૂદીને બચાવી જાન

આ પણ વાંચોઃ સિદ્ધિ/ રેકોર્ડ બ્રેકિંગ સદી પછી કોહલીના નમન અને સચીન ગદગદ