મોંઘવારીના મોરચે તમામ લોક ચિંતિત છે. ફુડથી લઈને કપડાં સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દરમિયાન રિટેલ મોંઘવારીના આંકડા પણ સામે આવ્યા છે. ક્યા રાજ્યમાં મોંઘવારી કેટલી છે અને સૌથી ઓછો ફુગાવો ક્યાં છે તેની વિગતો બહાર આવી છે.
જાહેર કરાયેલા આંકડા મુજબ રાજસ્થાન અને હરિયાણામાં સૌથી વધુ મોંઘવારી છે. ભારતના પાંચ સૌથી મોંઘા રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, ઓડિશાનો સમાવેશ થાય છે. ભારતમાં મોંઘવારી હંમેશા ચૂંટણીનો મુદ્દો રહ્યો છે. આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં મોંઘવારી મોટી ભૂમિકા ભજવશે.
કયા રાજ્યમાં સૌથી વધુ મોંઘવારી છે?
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા ગુરુવારે આ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. આ ડેટામાં રાજ્યોની મોંઘવારીના આંકડા આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી મામલે કયું રાજ્ય સૌથી આગળ છે અને ક્યાં મોંઘવારી સૌથી ઓછી છે. આ રિપોર્ટ અનુસાર રાજસ્થાન અને હરિયાણામાં મોંઘવારી સૌથી વધુ છે. રાજસ્થાનમાં ફુગાવો 6.5 ટકા, હરિયાણામાં 6.5 ટકા, કર્ણાટકમાં 6 ટકા, તેલંગાણામાં 6 ટકા અને ઓડિશામાં 5.9 ટકા છે. સૌથી ઓછો ફુગાવો છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં છે.
કોંગ્રેસ કે ભાજપ, કોના રાજ્યમાં સૌથી વધુ મોંઘવારી?
નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવાનો દર અને ગ્રાહક ભાવાંક વાર્ષિક ધોરણે 5 ટકા હતો, જે ઓગસ્ટમાં 6.8 ટકાથી ઓછો છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 6 ટકાના અપર ટોલરન્સ બેન્ડ કરતા ઓછા છે. મોંઘવારી હંમેશા મોટો મુદ્દો રહ્યો છે. ખાસ કરીને જ્યારે રાજ્યમાં ચૂંટણીઓ આવવાની છે. રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ મોંઘવારી ધરાવતા પાંચ રાજ્યોમાંથી 4 રાજ્યોમાં કોંગ્રેસ શાસિત સરકારો છે. જોકે, ભાજપ શાસિત રાજ્યોમાં સ્થિતિ બહુ સારી નથી.
આ પણ વાંચો: Dang Express/ કોણ ગુજરાતના એથ્લેટિક્સનો ગોલ્ડન બોય?
આ પણ વાંચો: Dictator/ ઉત્તર કોરિયાના તાનાશાહ ‘કિમ જોંગ ઉન’ દુશ્મનને આપે છે ખોફનાક મોત!
આ પણ વાંચો: Navratri/ નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક સ્થાનો પર વરસાદ રહેશે

