Navratri/ નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક સ્થાનો પર વરસાદ રહેશે

ગુજરાતમાં અત્યારે નવરાત્રી તહેવારની ઉજવણી ચાલી રહી છે. ખૈલાયાઓ ખૂબ ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવે છે. હજુ તો નવરાત્રી તહેવારની શરૂઆત થઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક સ્થાનો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 1 6 નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક સ્થાનો પર વરસાદ રહેશે

ગુજરાતમાં અત્યારે નવરાત્રી તહેવારની ઉજવણી ચાલી રહી છે. ખૈલાયાઓ ખૂબ ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવે છે. હજુ તો નવરાત્રી તહેવારની શરૂઆત થઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક સ્થાનો પર વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતે જ અનેક સ્થાનો પર વરસાદે નવરાત્રીની રાહ જોતા ખૈલૈયાના રંગમાં ભંગ પાડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે 16 ઓક્ટોબરના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તરગુજરાતના અરવલ્લી અને મહીસાગર અને બનાસકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હવામાનમાં સામાન્ય પલટો આવશે તેવી આગાહી કરી છે.

રાજ્યમાં આ વિસ્તારમાં વરસાદ બન્યો વિઘ્ન

નવરાત્રી પર્વ દરમ્યાન ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં પહેલા નોરતે ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અનેક સ્થાનો પર વરસાદી માહોલ જોવા મળ્યો. દાહોદ, અરવલ્લી, મહીસાગર, મોડાસા, માલપુર, આનંદપુરા, ડુઘરવાડા, કંભોરડા, ઇપલોડા, પિસાલ, શાંતિપુરાકંપા અને રાજપુર વિસ્તારમાં વરસાદે ગરબામાં ભંગ પાડી લોકોને નિરાશ કર્યા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવરાત્રી દરમ્યાન અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદનું જોર રહેશે. નવરાત્રીમાં વરસાદની સંભાવનાને પગલે યુવાનોના રંગમાં ભંગ પડશે. આ વર્ષે પ્રથમ નોરતે જ રાજ્યમાં અનેક સ્થાનો પર છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. આગામી દિવસોમાં પણ નવરાત્રીમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. સાથે કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની શકયતા પણ વ્યક્ત કરી છે.

દેશના અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના

IMDએ આગાહી કરતા જણાવ્યું કે નવરાત્રી પર્વ દરમ્યાન ગુજરાત સિવાય દેશના ઉત્તરભાગોમાં પણ વરસાદની શકયતા છે. ઉત્તરભારતમાં હવામાનમાં પલટો આવતા હીમવર્ષાની શરૂઆત થઈ. બરફવર્ષાની શરૂઆત સાથે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને પંજાબમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને પુડુચેરીમાં હળવો વરસાદ રહેશે.

ખૈલૈયાઓ આખું વર્ષ નવરાત્રી તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં આ તહેવારની ધૂમધામપૂર્વક ઉજવણી થાય છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક સ્થાનો પર વરસાદ રહેશે


આ પણ વાંચો : Israel/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આ ભારતીયની કેમ થઈ રહી છે ચર્ચા? જુઓ વીડિયો

આ પણ વાંચો : Chandrayaan 3/ ISRO પ્રમુખ એસ.સોમનાથનો ખુલાસો,’આ ટેક્નોલોજી ખરીદવા માગે છે NASA’

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ પુતિને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર મૌન તોડ્યું, જાણો શું કહ્યું