મારી માટી મારો દેશ/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’અંતર્ગત 308 કળશ સાથે 800 યુવાનોને લીલી ઝંડી બતાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી નિર્માણ પામનાર આ અમૃત વાટીકા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે

Top Stories Gujarat
5 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મારી માટી, મારો દેશ'અંતર્ગત 308 કળશ સાથે 800 યુવાનોને લીલી ઝંડી બતાવી

અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન વીરોને વંદન’ અભિયાન અંતર્ગત ગુજરાતની ભૂમિથી 308 કળશ સાથેના 800 યુવાનો સાથેની રેલ્વે ટ્રેનને લીલી ઝંડી આપી દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું હતું.રાજ્યભરમાંથી એકત્રિત કરેલી માટી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક તૈયાર થનારી અમૃત વાટિકામાં ઉપયોગ માં લેવાશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી નિર્માણ પામનાર આ અમૃત વાટીકા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે.આ કાર્યક્રમ સંદીપ કુમાર વિકાસ કમિશનર,હર્ષદભાઈ પટેલ તેમજ રેલવેના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.