ગુજરાત/ ટ્રાફિક બ્રિગેડના આઈજી દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવની સૂરસૂરિયું

અમદાવાદ શહેરના એક પણ ચાર રસ્તા ઉપર એક પણ પોલીસ મેન જોવા મળ્યો ના હતો. સામાન્ય રીતે જે ચાર રસ્તાઓ પર પોલીસનો ખડકલો રહેતો હોય છે ત્યાં પણ ચકલુય ફરક્યું  નથી.

Top Stories Ahmedabad Gujarat
Untitled 8 3 ટ્રાફિક બ્રિગેડના આઈજી દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવની સૂરસૂરિયું

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધતાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે ફરી એકવાર ટ્રાફિકને લગતા નિયમોના કડકાઈથી પાલન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવનો આદેશ અપાયો હતો. પરંતુ આજ 6 માર્ચના દિવસથી જ જાણે વાહનો ચાલકોને જલ્સા પડી ગયા છે. અમદાવાદ શહેરના એક પણ ચાર રસ્તા ઉપર એક પણ પોલીસ મેન જોવા મળ્યો ના હતો. સામાન્ય રીતે જે ચાર રસ્તાઓ પર પોલીસનો ખડકલો રહેતો હોય છે ત્યાં પણ ચકલુય ફરક્યું  નથી. શું પોલીસ મોટા ઉપડે જાહેરાત કર્યા બાદ પોલીસ ડિપાર્ટમેંટ અમલવારીમાં ચૂક ખાઈ ગયું છે.

શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ, બાપુનગર, રખિયાલ સારંગપુર, સોનીની ચાલ, વસ્ત્રાલ, ઓઢવ, એક પણ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસની હાજરી જોવા મળી નથી. ટ્રાફિક ડ્રાઈવની તો વાત જ બાજુ પર રહી. એવી જ રીતે પશ્ચિમ વિસ્તારની વાત કરીયે તો પકવાન ચાર રસ્તા, ઇસ્કોન, જજીસ બંગલો ચાર રસ્તા, સેટેલાઈટ ચાર રસ્તા, માનસી, સાથે આખા જ સરખેજ ગાંધીનગર હાઇવે ના એક પણ ચાર રસ્તા ઉપર કોઈ જ ટ્રાફિક ડ્રાઈવની આયોજન તો ઠીક પણ સામાન્ય દિવસના જેટલી પોલીસ પણ નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઈજી પિયુષ પટેલે આ મામલે પરિપત્ર જારી કર્યો હતો. આ પરિપત્રમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કડક પગલા લેવા આદેશ આપ્યા હતા.  રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યો હતા. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો હતો.

આજ રોજ અમારી મંતવ્ય ન્યૂઝની ટિમ દ્વારા આ અંગે ડ્રાઈવ કરવામાં આવતા સમગ્ર શહેરમાં એક પણ ટ્રાફિક સર્કલ કે રોડ ઉપર ક્યાય પણ પોલીસ વિભાગ દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવ જોવા મળી નથી.

Ukraine Crisis/ યુક્રેનના રાષ્ટ્રપતિની અમેરિકાને ભાવુક અપીલઃ ‘કદાચ તમે મને છેલ્લી વાર જીવતો જોઈ રહ્યા છો..!!

Ukraine Crisis/ દાવાઓનું યુદ્ધ; રશિયાએ કહ્યું- 90 એરક્રાફ્ટ, 748 ટેન્ક ઉડાવી, યુક્રેને કહ્યું- 11 હજાર સૈનિકો ઉડાવ્યા