Not Set/ ગુજરાત પેટા ચૂંટણી આજે ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ

આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તેના ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યા છે. આજે આ ઉમેદવારી પત્રો પરત ખેચવાની અંતિમ તારીખ હતી, જેમાં લુણાવાડા બેઠક પરથી ત્રણ, રાધનપુર બેઠક પરથી 3 , બાયડ બેઠક પરથી 2 ફોર્મ પરત ખેંચાયા છે. લુણાવાડા મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. આ બેઠક […]

Top Stories Gujarat Others Politics
Ritansh Gujrat elections 0 1 ગુજરાત પેટા ચૂંટણી આજે ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ

આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તેના ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યા છે. આજે આ ઉમેદવારી પત્રો પરત ખેચવાની અંતિમ તારીખ હતી, જેમાં લુણાવાડા બેઠક પરથી ત્રણ, રાધનપુર બેઠક પરથી 3 , બાયડ બેઠક પરથી 2 ફોર્મ પરત ખેંચાયા છે.

લુણાવાડા

મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. આ બેઠક પર ફોર્મ ભરનારા ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી ફોર્મ પરત ખેંચી લીધા છે. લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકના સમર્થનમાં ભરત ત્રિવેદી, ભુલાભાઈ પટેલ અને નટવર સોલંકીએ ફોર્મ પરત ખેંચ્યા છે.

રાધનપુર

પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાધનપુર પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારીએ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરતા 3 ફોર્મ પરત ખેંચાયા છે. જેમાં અલ્પેશ ઠાકોરના સમર્થનમાં અપક્ષ ઉમેદવાર ભારમલ ભાઈ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યાનું જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે રાધનપુર વિધાનસભા બેઠક પર કુલ 19 ફોર્મ ભરાયાં હતા. જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન 6 ફોર્મ રદ કરવામમાં આવ્યા હતાં. અને હાલ 3 ઉમેદવારોએ ફોર્મ પરત કરતા હવે કુલ 10 ઉમેદવારો મેદાને છે. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ, એનસીપી તેમજ અન્ય 7 અપક્ષ ઉમેવારો વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ જામશે.

ખેરાલુ

એક જ જ્ઞાતિ ના ચાર ઉમેદવાર થતા ખેરાલું બેઠક પર ખરાખરીનો જંગ જામશે. ભાજપ માંથી અજમલજી ઠાકોર

કોંગ્રેસ માંથી બાબુજી ઠાકોર અને NCP  માંથી પથુજી ઠાકોર  તથા  અપક્ષ થી જરીનાબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. અન્ય જ્ઞાતિ  નિર્ણાયક ભૂમિકા ભજવશે.  ખેરાલુ વિધાનસભા બેઠકમાં  છેલ્લા 4 ટર્મ થી ભાજપ નો ભાગવો લહેરાઈ રહ્યો છે.

બાયડ

અરવલ્લીના બાયડ બેઠક પર બે ફોર્મ પરત ખેંચાયા છે. ૯ ઉમેદવારી ફોર્મ ભરાવામા આવ્યા હતા . જેમથી બે અપક્ષ ઉમેદવારોએ  ફોર્મ પરત ખેંચ્યા છે. હવે સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. બાયડમાં ભાજપ-કોંગ્રેસ-એનસીપી વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો છે. કોંગ્રસ ઉમેદવારની તરફેણમાં એક અપક્ષે ફોર્મ પાછુ ખેંચ્યું છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.