વડોદરાના પ્રખ્યાત એવા કમાટીબાગમાં ચાલતી જોય ટ્રેનનો વીમો અને રેવન્યુ શેરિંગના બાકી નિકળતા લાખો રૂપિયા ઇજારદાર દ્રારા ભરપાઇ કરાતા બંધ કરાયેલી જોઈન્ટ ફરી એક વખત શરુ કરાઇ છે.
કમાટીબાગની જોય ટ્રેન સહિતની રાઈડ ચલાવતા ઇજારદારે થર્ડ પાર્ટી વીમો, ફાયર એનઓસી અને રેવન્યુ શેરિંગના રૂ.70 લાખથી વધુ ન ભર્યું હોવાનું સામે પર આવતા તંત્રે 16મીએ બંધ કરવા નોટિસ આપી હતી. જોકે ઇજારદારે 31 લાખ જમા કરાવતા અને વીમા પોલિસી કવર લેતા ટ્રેન સહિતની રાઈડ શરૂ કરાઈ છે.
કમાટીબાગમાં આવતા સહેલાણીઓ ટ્રેન સહિતની રાઈડ્સમાં બેસીને પરિવાર સાથે આનંદ માણતા હોય છે. જે રાઇડ્સમાં બેસતા મુસાફરોના જીવને કોઈ પ્રકારે જોખમ ન રહે તે બાબતોને ધ્યાનમાં રાખી આ જોઈન્ટ માટે ખાસ વીમો લેવાનો હોય છે ,જેથી કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોને વળતર મળી શકે. જોકે કોરોના બાદ શરૂ કરાયેલી રાઈડ્સની ઇજારદારે વીમા પોલિસી ન લીધી હોવાની ગંભીર બાબત સપાટી પર આવવા છતાં તંત્રે કોઈ નક્કર પગલાં નહીં ભર્યા હોવાનું બહાર આવતા જ તંત્ર એકશનમાં આવ્યું હતું અને ખોડલ કોર્પોરેશનને નોટીસ આપી તાત્કાલિક રાઇડ્સ બંધ કરાવી હતી . જોકે ઇજારા દ્વારા બંધ કરાયેલી આ ટ્રેનના કારણે નિયમોને આધીન કામગીરી કરવી આવશ્યક હોઇ ગત શનિવારે ખોડલ કોર્પોરેશન દ્રારા રેવન્યુ શેરિંગના 31 લાખ ભરવાની સાથે વીમા પોલિસી, ફાયર એનઓસી સહિતના દસ્તાવેજ પાલિકામાં જમા કરાવ્યા હતા. જેથી હાલ પૂરતો તો કોર્પોરેશન એ ઇજારદાર દ્વારા ૩૧ લાખ રૂપિયા ભરવામાં આવતા અને વીમો તેમજ ફાયર એનઓસી રજૂ કરતા જોય ટ્રેન ચાલુ કરવાની મંજૂરી આપી હતી જે મંજૂરી મળતા જ આજે જોય ટ્રેન શરૂ થતા સેલાણીઓએ પરિવાર સાથે ટ્રેનમાં બેસી આનંદ માણ્યો હતો.
વડોદરાના કમાટી બાગમાં દરરોજ ની સંખ્યામાં સેહલાની આવતા હોય છે ત્યારે બાળકો સાથે આવતા પરિવારજનો માટે આ જોઈ ટ્રેન ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે જ્યારે દાળની ભૂલોને કારણે મહાનગર સેવા સદન દ્વારા બંધ કરાયેલ જોય ટ્રેન પુનઃ શરૂ થતા સેહલાણીઓએ કમાટીબાગ માં આવેલ ગ્રીનરી ની મજા માણી હતી અને ટ્રેન ફરી બંધ ના થાય તે માટે અપીલ કરી હતી. મહત્વનું છે કે જ્યારે ઇજારેદારની ભૂલો ના કારણે બંધ થયેલી જોય ટ્રેન વધુ એક વખત કાર્યરત થઈ છે પરંતુ આવનારા દિવસોમાં સેહલાણીઓના આનંદમાં કોઈ ખલેલ ન પહોંચે તે વાતની જવાબદારી સમજી એ ઇજારેદાર પણ હવે ત્યાં જોય ટ્રેન બંધ કરવા માટે મહાનગર સેવા સદનને નોટિસ આપવી પડે તે પ્રકારની ભૂલો ન કરે તે આવશ્યક છે.
આ પણ વાંચો : લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીની આગેવાનીમાં મળશે ઉચ્ચસ્તરીય બેઠક, ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 27 લોકોના મોત