OMG!/ શું થઇ ગયું દાદાજી પડી ગયા તો..ઈમરજન્સી લીવ માંગવા પર બોસ એ આપ્યો આવો જવાબ…

એક મહિલાએ તેના બોસ સાથે તેની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં તેણે લાંબુ કારણ આપી રજા માંગી હતી. તેણે તેના બોસને  જવાબ આપ્યો જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

Trending
બોસ

નોકરી કરતા લોકોને ઘણીવાર પરિવારમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં શોર્ટ નોટીસ પર રજા લેવી પડે છે. આમાં ઘરમાં કોઈની બીમારીથી લઈને કોઈનું અચાનક મૃત્યુ કઈ પણ હોઈ શકે છે. સારી વાત એ છે કે માનવતાના કારણે કર્મચારીઓને આ રજા આપવામાં આવે છે પરંતુ કેટલીકવાર આવી સ્થિતિમાં કેટલાક લોકો તેમને ઓફિસમાં બોલાવીને માનસિક ત્રાસ આપે છે. ઉપરાંત, કર્મચારીએ પણ તેની નોકરી ચાલુ રાખવા માટે બોસની આજ્ઞા પાળવી પડે છે. તાજેતરમાં, જ્યારે એક મહિલા જેન્ના સાથે આવું જ કંઈક થયું, ત્યારે તેણે રેડિટ પર આખી વાર્તા શેર કરી.

‘દાદા પડી ગયા, પાંસળી તૂટી ગઈ’

જેનાએ ઔપચારિક રીતે તેના બોસ સાથે ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં તેણે લાંબુ કારણ આપી રજા માંગી હતી. જેન્નાએ લખ્યું હતું, ‘હાય, મને હમણાં જ મારી માતાનો ફોન આવ્યો. મારા દાદા પડી ગયા છે અને તૂટેલી પાંસળીઓ અને ક્ષતિગ્રસ્ત ફેફસાં સાથે હોસ્પિટલમાં દાખલ છે. મને ખબર નથી કે તે ક્યાં સુધી જીવિત રહેશે તેથી હું તેમને મળવા જવા માંગુ છું. તેમ છતાં જો તમે ઈચ્છો છો કે હું કાલે સવારે દુકાન હું જ ખોલું તો ખોલીને હું  માત્ર 8.30 સુધી જ રહી શકીશ. ત્યાં સુધી તમે આવીને દુકાન સંભાળી શકો તો ઠીક નહીં તો કાલે મારે સંપૂર્ણ રજા લેવી પડશે. તમને આટલું મોડું કહેવા બદલ માફ કરશો પણ મને હમણાં જ મારી માતાનો ફોન આવ્યો છે.’

1k શું થઇ ગયું દાદાજી પડી ગયા તો..ઈમરજન્સી લીવ માંગવા પર બોસ એ આપ્યો આવો જવાબ...

તેને આગળ લખ્યું – પશુચિકિત્સકની નિમણૂક માટે જે મેં તમને અગાઉ કહ્યું હતું, મારા બોયફ્રેન્ડની માતા ત્યાં જશે કારણ કે મારે અચાનક મારા દાદા પાસે જવું પડશે. જેનીના બોસ દ્વારા આપવામાં આવેલા જવાબથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે તેના દાદાની હાલત પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી નહીં પરંતુ તેના જવાબમાં લખ્યું – ‘આવું નહીં ચાલે, ક્રિસમસને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. એક કામ કર, આવવાની તકલીફ પણ ના લે.’

‘તો હું નોકરી શોધું છું મિત્રો’

ચેટના સ્ક્રીનશોટની સાથે જેન્નાએ કેપ્શનમાં લખ્યું – ‘તો હું નોકરી શોધી રહી છું મિત્રો.’ મહિલાની આ પોસ્ટ પર લોકોએ તેના બોસ પર ખુબ જ રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે કેવો ખરાબ દિલનો વ્યક્તિ છે કે આટલા મુશ્કેલ સમયમાં પણ તે તેની પાસેથી સમયસર કામ માંગે છે અને રજા આપવા માંગતો નથી. જ્યારે અન્ય કોઈએ કહ્યું કે, તે ગુસ્સામાં બોલ્યો છે, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો નથી, ટેન્શન ન લો.


whatsapp ad White Font big size 2 4 શું થઇ ગયું દાદાજી પડી ગયા તો..ઈમરજન્સી લીવ માંગવા પર બોસ એ આપ્યો આવો જવાબ...


આ પણ વાંચો:નિવેદન/રાહુલ ગાંધીએ કહ્યું – બેરોજગારી અને મોંઘવારી સંસદની સુરક્ષામાં ચૂકનું કારણ…

આ પણ વાંચો:smoke attack/લોકસભામાં થયેલ સ્મોક એટેકમાં છઠ્ઠા આરોપીની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:Honey Trap case/રાજસ્થાનના નાગૌરમાં હની ટ્રેપ કેસમાં પોલીસે બે મહિલા સહિત એક યુવકની કરી ધરપકડ