smoke attack/ લોકસભામાં થયેલ સ્મોક એટેકમાં છઠ્ઠા આરોપીની પોલીસે કરી ધરપકડ

લોકસભામાં ઘૂસણખોરી કરનારા આરોપીઓ તમામ તૈયારીઓ સાથે આવ્યા હતા. એક યોજના સંભવ ના બને તો આરોપીઓએ સંસદની બહાર આત્મહત્યા કરવાની પણ યોજના બનાવી હતી.

Top Stories India
YouTube Thumbnail 12 2 લોકસભામાં થયેલ સ્મોક એટેકમાં છઠ્ઠા આરોપીની પોલીસે કરી ધરપકડ

લોકસભામાં 13 ડિસેમ્બરે ઘૂસણખોરો દ્વારા સ્મોક એટેક કરવામાં આવ્યો હતો. આ કેસમાં પાંચ આરોપી બાદ છઠ્ઠા આરોપીની આજે ધરપકડ કરવામાં આવી. લોકસભામાં ઘૂસણખોરીના કેસમાં 4 આરોપીને પોલીસે 13 ડિસેમ્બરે જ ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્યસૂત્રધાર મનાતા એવા લલિત ઝાએ આત્મસમર્પણ કર્યું હતું. અને આ કેસમાં આજે વધુ એક છઠ્ઠા આરોપી મહેશ કુમાવતની ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે 6 ડિસેમ્બરે લોકસભામાં વિઝિટર ગેલેરીમાંથી ઘૂસણખોરો ઘૂસી ગયા હતા એ જ દિવસે સંસદ પર થયેલ હુમલાની 22મી વરસી હતી. ઘૂસણખોરોએ પોતાની માંગણીને લઈને સ્મોક એટેક કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

લોકસભામાં ઘૂસણખોરો દ્વારા સ્મોક એટેક થતા સુરક્ષામાં ચૂક થયાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુરક્ષામાં ચૂક થયાના કારણોની તપાસ થવી જોઈએ. હાલમાં દેશમાં સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી. અને મોદીજીની પોલીસીના કારણે યુવાનો રોજગારથી વંચિત છે. સંસદમાં સુરક્ષામાં ચૂક માટે બેરોજગારી અને મોંઘવારી જેવા પ્રશ્નો છે. કેમકે આ સમસ્યા લોકોના રોજિંદા જીવન સાથે વધુ સંકળાયેલી છે. જેને લઈને લોકોમાં આક્રોશ છે અને આ જ આક્રોશના પડઘા લોકસભામાં જોવા મળ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં ઘૂસણખોરી કરનારા આરોપીઓ તમામ તૈયારીઓ સાથે આવ્યા હતા. એક યોજના સંભવ ના બને તો આરોપીઓએ સંસદની બહાર આત્મહત્યા કરવાની પણ યોજના બનાવી હતી. પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી ગયેલા સાગર શર્મા અને તેમના સહયોગીએ એક-બે નહીં પરંતુ 7 સ્મોક કેન (ધુમાડો ફેલાવવા માટેનું ઉપકરણ) લાવ્યા હતા. સ્મોક એટેકની યોજના બનાવતા પહેલા આરોપીઓએ ગુગલ દ્વારા સંસદની આસપાસના વિસ્તારની તપાસ કરી હતી. તેમજ સંસદની સુરક્ષા વ્યવસ્થા જાણવા માટે જૂના વીડિયો પણ જોયા હતા.

13 ડિસેમ્બરે બપોરે 1 કલાકે નવી સંસદમાં વિઝિટર ગેલેરીમાંથી 2 લોકોએ લોકસભામાં ઘૂસણખોરી કરી હતી. બંને વ્યક્તિઓ દ્વારા સ્મોક એટેક કરતા સમગ્ર સદનમાં ધુમાડો જોવા મળ્યા. દરમ્યાન સાંસદો અને સુરક્ષા અધિકારી દ્વારા બંને શખ્સને પકડવામાં આવ્યા. આ સ્મોક એટેકમાં ઉત્તરપ્રદેશનો સાગર, કર્ણાટકનો મનોરંજન, હરિયાણાની નીલમ, મહારાષ્ટ્રનો અમોલ એમ કુલ ચાર વ્યક્તિઓ ઉપરાંત અન્ય બે લોકો પણ સામેલ હતા. આ એટેકમાં માસ્ટરમાઈન્ડ ગણાતા બિહારના લલિતઝાએ આત્મસર્મપણ કર્યું હતું. જ્યારે તેને મદદ કરનાર મહેશ કુમાવતની પોલીસે આજે ધરપકડ કરી. પોલીસે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને 7 દિવસ કસ્ટડીમાં મોકલ્યા બાદ સમગ્ર કેસની ઝીણવટથી તપાસ હાથ ધરી છે.