રાજસ્થાનના નાગૌરમાં હની ટ્રેપ કેસ (honey trap case) પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે. આ બંને મહિલાઓએ કાપડના વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી રૂપિયા પડાવા પ્રયાસ કર્યો હતો. આ મામલે વેપારીએ ફરિયાદ કરતા બે મહિલા સહિત તેમના અન્ય એક સાગરિતની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતા પૂછપરછ કરી રહી છે.
નાગૌરના હનીટ્રેપ કેસ (honey trap case)ને લઈને એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે જોધપુર જિલ્લાની બે મહિલા કે જે મથાનિયા વિસ્તારની છે. બંને મહિલાઓ પહેલા કાપડના વેપારીની દુકાને ગઈ અને તેની પાસેથી કપડાં ખરીદ્યા અને વધુ કપડા મંગાવવાના બહાને વેપારીનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે આરોપી મહિલાઓએ કાપડના વેપારીને કપડાં મંગાવવાના બહાને પોતાના ઘરે બોલાવ્યો. વેપારી ઘરે આવ્યા બાદ બહાનું કાઢી ઘરે તેને એક રૂમમાં બેસાડ્યો. જ્યાં અન્ય એક મહિલા અને એક યુવક ત્યાં પહેલેથી જ હાજર હતા. પછી આ ત્રણેય જણાએ ભેગા મળી વેપારીના કપડા ઉતારીને તેનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. આ વીડિયોને પરિવારના સભ્યો અને લોકો સમક્ષ જાહેર કરવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માંગ કરી.
મથાનિયા વિસ્તારની મહિલાઓના આ કામમાં અન્ય એક યુવક પણ સાગરિત બન્યો હતો. આ યુવક નાગૌર જિલ્લાના દેહરુ ગામનો રહેવાસી છે. ત્રણેય જણાએ ભેગા મળી કાપડના વેપારીને માર માર્યો અને રૂપિયાની માંગણી કરતા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. પીડિત વેપારીએ સમગ્ર ઘટનાની પુત્રને જાણ કરતા આબરૂ બચાવવા આરીઓને પૈસા આપવા કહ્યું. પરંતુ વેપારીના પુત્રએ આરોપીઓની ધમકીને વશ ના થતા પોલીસ સ્ટેશન પંહોચી બે મહિલા સહિત એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે મથાનિયા વિસ્તારની બે મહિલા અને દેહરુ ગામના એક યુવકની ધરપકડ કરી. પોલીસે ત્રણેયની પૂછપરછ કરવા ઉપરાંત અશ્લીલ વીડિયોને લઈને અપાતી ધમકીને લઈને મહિલાઓના મોબાઈલ ફોનની પણ તપાસ કરી રહી છે.