Not Set/ સામ્યવાદી પક્ષ દ્વારા જનતા અભિયાન, બસસ્ટેન્ડ ચોકમાં કરાયો ચક્કાજામ

રાજકોટ, રાજકોટમાં ઉપલેટા ખાતે માક્સવાદી સામ્યવાદી પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને લઈને 1 જુલાઈથી 10 જુલાઈથી સુધી જનતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે આજ રોજ ઉપલેટના બસસ્ટેન્ડ ચોક પાસે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આંદોલનમાં સીપીએમના કાર્યકરો દ્વારા 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરકાર દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે સરકારે પૂરા કર્યા નથી. તેવા […]

Gujarat Trending
haidrabad 1 સામ્યવાદી પક્ષ દ્વારા જનતા અભિયાન, બસસ્ટેન્ડ ચોકમાં કરાયો ચક્કાજામ

રાજકોટ,

રાજકોટમાં ઉપલેટા ખાતે માક્સવાદી સામ્યવાદી પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને લઈને 1 જુલાઈથી 10 જુલાઈથી સુધી જનતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે આજ રોજ ઉપલેટના બસસ્ટેન્ડ ચોક પાસે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આંદોલનમાં સીપીએમના કાર્યકરો દ્વારા 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરકાર દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે સરકારે પૂરા કર્યા નથી. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઈને સીપીએમના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેમને કહ્યું કે મોદી સરકારથી તમામ વર્ગના લોકો નારાજ છે અને માંગણી કરવામાં આવી છે કે મોંધવારીઓ પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે અને ખેડૂતોનું બાકી દેવું માફ કરવામાં આવે. આ આંદોલનમાં મોટા પ્રમાણમાં શ્રમજીવી યુવાનો અને ખેડૂતો જોડાયા હતા.

આંદોલન કારીઓ દ્વારા ઉપલેટા બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામ કરાતા ઉપલેટા પોલીસે આંદોલન કારીઓની અટક કરી હતી.