Not Set/ નવા પદાધિકારીઓને શુભેચ્છા આપવામાં નિયમો ભૂલાયા

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરામાં ૧૦ થી ૬ કર્ફ્યું જાહેર  કર્યો છે. ત્યારે નગરપાલિકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવતા લોકો સોશ્યિલ ડિસ્ટનના લીરેલીરા ઉડાડીને શુભેચ્છા આપવા  પહોચી જાય છે. ત્યારે આજે રાજકોટ મનપાની કચેરીમાં નવા પદાધિકારીઓની નિમણુક બાદ લોકો શુભેચ્છાઓ […]

Gujarat Rajkot
vlcsnap 2021 03 17 18h49m41s109 નવા પદાધિકારીઓને શુભેચ્છા આપવામાં નિયમો ભૂલાયા

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરામાં ૧૦ થી ૬ કર્ફ્યું જાહેર  કર્યો છે. ત્યારે નગરપાલિકામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવતા લોકો સોશ્યિલ ડિસ્ટનના લીરેલીરા ઉડાડીને શુભેચ્છા આપવા  પહોચી જાય છે. ત્યારે આજે રાજકોટ મનપાની કચેરીમાં નવા પદાધિકારીઓની નિમણુક બાદ લોકો શુભેચ્છાઓ આપવા પહોચી ગયા હતા.

આ પણ વાંચો: ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી જ પડશે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મક્કમતા

vlcsnap 2021 03 17 18h49m30s966 નવા પદાધિકારીઓને શુભેચ્છા આપવામાં નિયમો ભૂલાયા

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપે સત્તા હાંસલ કર્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડે. મેયરના નામની જાહેરાત બાદ આજે નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજયમાં કોરોનાનો કહેર સતત વધતો જોવા મળે છે.ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ ન વધે તે હેતુથી આજ થી ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ શ્હેરોમાં રાતે 10 થી સવારે 6 વાગ્યાસુધીનો કર્યું લગાવી દેવામાં આવ્યોછે.આ ઉપરાંત શહેરના જાહેર વિસ્તારો  બાગ બગીચાપણ બંધ કરી દેવામાં  આવ્યા છે.આબધા નિયમો માત્ર સામાન્ય    પ્રજા માટે જ લાગુ પડતું હોય તેવું લાગી રહ્યું છે.નેતાઓને આ બધા નિયમોમાથી છૂટ આપવામાં આવી હોય તરવું લાગી રહ્યું છે.આવો એક કિસ્સો જ આજ રાજકોટ માં જોવા મળ્યો. રાજકોટમાં મનપા ઓફિસ પાસે ચૂટાયેલા નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવા લોકો ઉમટી પડ્યા હતા.લોકો ના આ ટોળામાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નહોતું.મનપા ઓફિસનો આ વિડીયો ખૂબ જ ચર્ચા માં રહ્યો છે.સામાન્ય લોકો દ્વારા રોષ વ્યકત કરવામાં આવી રહ્યો હતો કે શું આ બધી છૂટ નેતાઓને જ શા માટે આપવામાં આવી રહી છે.શું આવા જ લોકો કોરોનાને આમંત્રણ આપે છે?જેની સજા સામાન્ય લોકોએ ભોગવવી પડતી હોય છે.

vlcsnap 2021 03 17 18h49m36s791 નવા પદાધિકારીઓને શુભેચ્છા આપવામાં નિયમો ભૂલાયા