Rajkot Fire Tragedy/ વેલ્ડિંગ કરનારાઓની બેદરકારીએ ગેમિંગ ઝોનને બનાવ્યો ફાયર ઝોન

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિ કાંડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33ના મોત થયા છે ત્યારે આ સંજોગોમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગનું કારણ પણ સ્પષ્ટ થઈ ગયું છે. ગેમ ઝોનની અંદર વેલ્ડિંગ કરતી વખતે આગ લાગી હતી.

Top Stories Gujarat Rajkot Trending Breaking News
Beginners guide to 80 1 વેલ્ડિંગ કરનારાઓની બેદરકારીએ ગેમિંગ ઝોનને બનાવ્યો ફાયર ઝોન

રાજકોટઃ રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિ કાંડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33ના મોત થયા છે ત્યારે આ સંજોગોમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગનું કારણ પણ સ્પષ્ટ થઈ ગયું છે. ગેમ ઝોનની અંદર વેલ્ડિંગ કરતી વખતે આગ લાગી હતી. વેલ્ડિંગના લીધે આગના તણખા ઝર્યા હતા અને તે નીચેના જ્વલનશીલ પદાર્થ પર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આમ ગેમિંગ ઝોનમાં આગનું કારણ વેલ્ડિંગ કરનારાઓની બેદરકારી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. વેલ્ડિંગ કરનારાઓની નાની સરખી ભૂલે 33 જિંદગીઓને ભસ્મિભૂત કરી નાખી છે.  આ જિંદગીઓ એવી રીતે ભસ્મીભૂત થઈ ગઈ છે કે તેમને અંતિમ સંસ્કાર પણ નસીબ થયા નથી. ગેમિંગ ઝોનમાં જ તેમના અંતિમ સંસ્કાર થઈ ગયા છે.

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ઘણા સળગતા સવાલ ઊઠ્યા છે. કોઈને પણ સવાલ થાય કે આવો ગેમિંગના નામે મોતનો ધંધો કરનાર કોણ છે. TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ TRP ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

જ્યારે રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો છે. રાહુલ રાઠોડ 2017માં IC(ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો છે. જે વેલ્ડિંગ તેમજ મેઇન્ટેનન્સનું કામ સંભાળતા હતો. અત્યાર સુધીમાં પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. યોગેશ પાઠક અને નીતિન જૈન TRP ગેમ ઝોનમાં મેનેજર તરીકે કામ કરતા હતા.

પોલીસ રાહુલના ઘરે પણ પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો છે. આગ લાગ્યા બાદ મેનેજરે જ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. રેક્સ્યૂ ઓપરેશન સમયે સાત કર્મચારીઓ ગુમ હતા જેમાંથી ત્રણ મળી ગયા.

ગેમ ઝોનમાં શનિવારે 28 નિર્દોષ લોકો મોતને ભેટ્યા એ જગ્યાએ થોડાં વર્ષો પહેલાં સુધી ખુલ્લો પ્લોટ હતો. આ જગ્યામાં ટૂંકાગાળામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનવાનો ઘટનાક્રમ પણ ચોંકાવનારો છે. આ જમીનના મૂળ માલિક ગિરિરાજસિંહ જાડેજા છે. ગિરિરાજસિંહ જાડેજા જે.એસ.પાર્ટી લોનના માલિક હોવાની વાત પણ જાણવા મળી છે. ગિરિરાજસિંહ પાસેથી જ યુવરાજસિંહ સોલંકીએ ખુલ્લો પ્લોટ ભાડે લીધો હતો. ત્યાર બાદ જ ગેમ ઝોન બનાવવા માટેનો ખેલ શરૂ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં