ODI World Cup 2023/ ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ ખમણ-ઢોકળાની અને ક્રુઝ સવારીની માણશે મજા

ગુજરાત અને તેમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોઈ આવેને ખમણ-ઢોકળાની મજા માણ્યા વગર રહે તેવું ભાગ્યે જ બને. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની રવિવારે 19મી નવેમ્બરના રોજ રમાનારી ફાઇનલ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આવી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ ગુજરાત અને તેમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોઈ આવેને ખમણ-ઢોકળાની મજા માણ્યા વગર રહે તેવું ભાગ્યે જ બને. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની રવિવારે 19મી નવેમ્બરના રોજ રમાનારી ફાઇનલ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આવી ગઈ છે. બંને ટીમ ખમણ ઢોકળાનો સ્વાદ માણવાની છે. જો કે આ ખમણ અને ઢોકળા કોને ફળશે તેની તો ફાઇનલ પછી જ ખબર પડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ અમદાવાદમાં રિવરફ્રન્ટની મુલાકાત લેશે અને ત્યાં ક્રુઝ રેસ્ટોરામાં જમશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાં ક્રુઝ રેસ્ટોરા લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટનું આ નવલું નજરાણું છે. બંને ટીમોના ખેલાડીઓ અહીં ગુજરાતી નાસ્તો કરવાના છે. તેમા ખમણ અને ઢોકળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે રિવરફ્રન્ટ કોર્પોરેશનને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે હાલમાં સુરક્ષાથી લઈને બધી સગવડ કરવામાં આવી રહી છે. આ સિવાય બંને ટીમો અટલ ફૂટબ્રિજની પણ મુલાકાત લેવાની છે. કેટલાય જાણીતા આગેવાનો આ ફૂટબ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે તેમા ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો પણ ઉમેરો થયો છે. આ ઉપરાંત બંને ટીમો શહેરના અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લે પણ તેવી સંભાવના છે. પણ આ કાર્યક્રમ હજી સુધી જાહેરાત કરવામાં આવ્યો નથી.


આ પણ વાંચોઃ Domestic Flight/ તહેવારો એરલાઇન્સને ફળ્યાઃ ઓક્ટોબરમાં 1.26 કરોડે કરી હવાઈ યાત્રા

આ પણ વાંચોઃ Canada/ કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું

આ પણ વાંચોઃ Deepfake Video Case/ ડીપફેકને પીએમ મોદીએ ગણાવ્યું અરાજકતા પેદા કરનાર, તેમના એક વીડિયોનો કર્યો ઉલ્લેખ