Auto/ Hondaનું નવું રેટ્રો-ક્લાસિક CB350 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

પ્રીમિયમ મિડ-સાઇઝ 350cc મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવતા હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ​​નવી રેટ્રો-ક્લાસિક CB350 લૉન્ચ કરી છે.

Trending Tech & Auto
YouTube Thumbnail 31 2 Hondaનું નવું રેટ્રો-ક્લાસિક CB350 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

પ્રીમિયમ મિડ-સાઇઝ 350cc મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવતા હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ​​નવી રેટ્રો-ક્લાસિક CB350 લૉન્ચ કરી છે. Honda CB350, ટેક્નોલોજી અને પરફોર્મન્સ અને કાલાતીત ક્લાસિક ડિઝાઈનના ઉત્તમ સંયોજન સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જેની 1,99,900 (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. CB350 માચો લુક અને મસ્કુલર ફ્યૂટ લેન્ટ સાથે આવે છે. ઓલ-એલઇડી લાઇટિંગ સિસ્ટમ (રાઉન્ડ એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી વિંકર્સ અને એલઇડી ટેલ લેમ્પ્સ) તેના સ્ટાઇલીંગ ક્વોશન્ટમાં અનેકગણો વધારો કરે છે.

રેટ્રો લુક માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલી CB350 લાંબા મેટલ ફેન્ડર્સ સાથે આવે છે જે તેને સદાબહાર ભવ્યતા આપે છે. ફ્રન્ટ ફોર્ક અને સ્પ્લિટ સીટનું મેટાલિક કવર તેને ક્લાસિક અપીલ આપે છે. HMSI CB350 ને મેટાલિક અને મેટ શેડ્સના વિકલ્પ સાથે પાંચ આકર્ષક કલર વિકલ્પોમાં લાવે છે. પ્રેશિયસ રેડ મેટાલિક, પર્લ ઇગ્નીયસ બ્લેક, મેટ ક્રસ્ટ મેટાલિક, મેટ માર્શલ ગ્રીન મેટાલિક અને મેટ ડ્યુન બ્રાઉન કલરમાં આવે છે.

નવી CB350માં હેરિટેજ-પ્રેરિત ડિજિટલ-એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને હોન્ડા સ્માર્ટફોન વોઈસ કંટ્રોલ સિસ્ટમ (HSVCS) છે જે રાઇડ દરમિયાન તમામ જરૂરી માહિતી પ્રદાન કરે છે. આ રેટ્રો ક્લાસિક મોટરસાઇકલ આસિસ્ટ અને સ્લિપર ક્લચ અને હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) સિસ્ટમ સાથે તમામ રસ્તાની સ્થિતિમાં રાઇડરની સુરક્ષાને વધારે છે. તેમાં ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ ફીચર પણ છે જે અચાનક બ્રેક મારવાના કિસ્સામાં પાછળના વાહન માટે હેઝાર્ડ લેમ્પને ફ્લેશ કરે છે.

CB350માં મોટા સેક્શનના ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પ્રેશરાઇઝ્ડ નાઇટ્રોજન-ચાર્જ્ડ રિયર સસ્પેન્શન છે, જેથી સ્ટાઇલિશ ક્રૂઝિંગ દરમિયાન આરામ મળે. બ્રેકિંગ માટે બાઈકમાં આગળના ભાગમાં 310 mm ડિસ્ક અને પાછળના ભાગમાં 240 mm ડિસ્ક છે. સ્ટાન્ડર્ડ ડ્યુઅલ-ચેનલ ABSના રૂપમાં સુરક્ષા નેટ પણ છે. આ રેટ્રો ક્લાસિક બાઈકના ચંકી 130-સેક્શન 18-ઇંચના પાછળના ટાયર ખૂબ જ આકર્ષક બનાવે છે, ઉત્તમ રોડ ગ્રીપ પ્રદાન કરે છે અને વિવિધ રસ્તાઓ પર સ્થિરતા જાળવી રાખે છે.

નવી CB350 મોટા અને પાવરફુલ 348.36cc, એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, BSVI OBD2-B compliant PGM-FI એન્જિન દ્વારા સંચાલિત છે. તેની મોટર 5,500 RPM પર 15.5 kW પાવર અને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે 3,000 RPM પર 29.4 Nm ટોર્ક પ્રદાન કરે છે. નવી Honda CB350, DLX વેરિઅન્ટ માટે રૂ. 1,99,900 અને DLX પ્રો વેરિઅન્ટ (એક્સ-શોરૂમ, દિલ્હી) માટે રૂ. 2,17,800ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે. તે HMSI ની પ્રીમિયમ બિગવિંગ ડીલરશીપ દ્વારા સમગ્ર દેશમાં વેચવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 Hondaનું નવું રેટ્રો-ક્લાસિક CB350 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ


આ પણ વાંચો: તહેવારો એરલાઇન્સને ફળ્યાઃ ઓક્ટોબરમાં 1.26 કરોડે કરી હવાઈ યાત્રા

આ પણ વાંચો: કેનેડાના PM જસ્ટિન ટુડોનો તેમના જ દેશમાં થઈ રહ્યો છો વિરોધ, રેસ્ટોરન્ટ છોડી ભાગવું પડ્યું

આ પણ વાંચો: ડીપફેકને પીએમ મોદીએ ગણાવ્યું અરાજકતા પેદા કરનાર, તેમના એક વીડિયોનો કર્યો ઉલ્લેખ