Cricket/ આજે ભારત-ઇંગ્લેન્ડની ટીમ વિશેષ વિમાન દ્વારા અમદાવાદ આવશે, આખો એક મહિનો રોકાશે 

આજે ભારત-ઇંગ્લેન્ડની ટીમ વિશેષ વિમાન દ્વારા અમદાવાદ આવશે, આખો એક મહિનો રોકાશે 

Ahmedabad Gujarat Trending
rudrabhishek 5 આજે ભારત-ઇંગ્લેન્ડની ટીમ વિશેષ વિમાન દ્વારા અમદાવાદ આવશે, આખો એક મહિનો રોકાશે 
  • વિશેષ વિમાન દ્વારા ચેન્નઇથી અમદાવાદ આવશે બંને ટીમ
  • મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ત્રીજી ટેસ્ટ મેચ
  • બંને ટીમો આશ્રમ રોડ ખાતેની હોટલમાં રહેશે
  • બાયો બબલ નિયમો સાથે એક મહિના જેટલું રોકાશે
  • મોટેરામાં 2 ટેસ્ટ, 5 ટી-20 રમશે બંને ટીમ

આ પહેલીવાર બનશે કે જ્યારે ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ અમદાવાદમાં રોકાશે. ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સિટી પોલીસે ભારત-ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે પણ કડક બંદોબસ્ત ગોઠવવો પડશે. અમદાવાદ શહેર પોલીસે પણ તેનું આયોજન કર્યું છે.

બીજી ટેસ્ટ મેચ પૂરી કરી ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આજે 18 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી પહોંચશે. બંને ટીમોને અમદાવાદ હોટેલ હયાત ખાતે રાખવામાં આવશે. બંને ટીમોના આગમન પહેલા બુધવારથી હોટલ પર સુરક્ષા કડક કરવામાં આવી છે.

બંને ટીમો આશ્રમ રોડ ખાતે હોટલમાં રોકાશે. પોલીસે સ્ટેડીયમ અને હોટેલ બંને જગ્યાએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.

Image result for india  england team

આજે ક્રિકેટ મેચ ડ્યુટી તરીકે પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. ગુરુવારે 18 ફેબ્રુઆરી, બંને ક્રિકેટ ટીમો અમદાવાદ આવશે અને 20 માર્ચ સુધીમાં ક્રિકેટ મેચ સ્ટેડિયમ ખાતે યોજાશે. આમ, સિટી પોલીસે અહીંની ક્રિકેટ ટીમોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. 21 મીએ અમદાવાદમાં મતદાન યોજાશે. આ સાથે, ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બે ટેસ્ટ મેચ અને પાંચ ટી -20 મેચની લાંબી અવધિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

Image result for india  england team

ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો 24 થી ત્રીજી અને 4 માર્ચથી ચોથી ટેસ્ટ મેચ રમશે. મોટેરામાં નવા બનાવવામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ત્રીજી ટેસ્ટ મેચ પહેલા 24 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

Image result for india  england team

24 ફેબ્રુઆરીએ યોજાનારા આ કાર્યક્રમને લઈને પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. આ ઉપરાંત 12 થી 20 માર્ચ સુધી મોટેરા સ્ટેડિયમ ખાતે 5 ટી 20 મેચ રમવામાં આવશે. આ રીતે, ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો 18 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી કુલ 30 દિવસ અમદાવાદમાં રહેશે. આ 30 દિવસના દિવસ દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને હોટેલ ખાતે 24 કલાક સતત સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ