મુંબઇ,
ટીવી સીરીયલ ‘ભાભી જી ઘર પર હૈ’ની ફેમ એક્ટ્રેસ અનીતા ભાભી એટલે કે સૌમ્ય ટંડનના ઘરે ખુશખબરી આવી છે. સૌમ્યના ઘરે નાના બાળકની કીલકારીયો ગૂંજી રહીં છે. રીપોર્ટ અનુસાર સૌમ્ય ટંડને એક પુત્રને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે તે તેમની પ્રેગ્નેશીના કારણે તેને શોથી બ્રેક લીધો હતો. તે ઘણા સમયથી શોથી ગાયબ છે.
સૌમ્યએ થોડા સમય પહેલા જ સોશિઅલ મીડિયા પર તેની પ્રેગ્નેશીની માહિતી આપી હતી. તેણે લખ્યું – ‘આજે હું જાદુગરની જેમ ફેલ કરું છું. એવું લાગે છે કે હું એક સુપરહિરો બની ગઈ છું. હું પ્રેગ્નેટ છું. હું દરેક પળને જોવાનો પ્રયાસ કરું છું. ‘ આપને જણાવી દઈએ કે આ પહેલા તેને તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટાઓ શેર કર્યા હતા, જેમાં તે પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી હતી.
સોમ્યા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટની તસ્વીરો અને વીડિયોઝ પણ શેર કરી રહે છે. તે તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ સજગ રહે છે. સોમ્ય વર્ષ 2016 માં તેના બોયફ્રેન્ડ સૌરભ દેવન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.