Not Set/ મોદી સરકાર દેશના ખેડૂતોની કમાણી વધારવા માટે છોડશે આ બાણ

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપના થયેલા સફાયા બાદ માનવામાં આવી રહ્યું હતું કે, સરકાર દેશના ખેડૂતો માટે કોઈ મોટી ઘોષણા કરી શકે છે, ત્યારે હવે કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે એક ફોર્મુલા તૈયાર કરાઈ છે. મોદી સરકાર દ્વારા હવે TOP ટામેટા, ઓનિયન્સ (ડુંગળી) અને પટેટો (બટાકા) નામની […]

Top Stories India Trending
Narendra Modi Agriculture 696x387 મોદી સરકાર દેશના ખેડૂતોની કમાણી વધારવા માટે છોડશે આ બાણ

નવી દિલ્હી,

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપના થયેલા સફાયા બાદ માનવામાં આવી રહ્યું હતું કે, સરકાર દેશના ખેડૂતો માટે કોઈ મોટી ઘોષણા કરી શકે છે, ત્યારે હવે કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે એક ફોર્મુલા તૈયાર કરાઈ છે.

મોદી સરકાર દ્વારા હવે TOP ટામેટા, ઓનિયન્સ (ડુંગળી) અને પટેટો (બટાકા) નામની એક સ્કીમ જાહેર કરાઈ છે, જેના ભાગરૂપે ૨૪ ક્લસ્ટરોની સ્થાપના કરાશે. આ ઉપરાંત ત્રણ ઉચ્ચ પ્રાથમિકતાવાળા કૃષિ ઉત્પાદકો માટે “ટ્રેડ મેપ” શરુ કરાશે.

potato onion tomato મોદી સરકાર દેશના ખેડૂતોની કમાણી વધારવા માટે છોડશે આ બાણ
national-modi-government-plans-boost-farmer-income-top-priority

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, ખેડૂતોને જલ્દી ખરાબ થઇ જતી આ ૩ શાકભાજીઓનું ઉચિત મુલ્ય મળી શકે. આ માટે ખેડૂતોને ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારો સાથે પણ જોડવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કૃષિ મંત્રાલય TOPનો ટ્રેડ મેપ તૈયાર કરી રહ્યું છે. જેનો ફાયદો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ખેડૂતોને મળશે.

c7d99f862d6846a27af2042c0fe4beb6 મોદી સરકાર દેશના ખેડૂતોની કમાણી વધારવા માટે છોડશે આ બાણ
national-modi-government-plans-boost-farmer-income-top-priority

કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે કહ્યું હતું કે, “TOP સ્કિમ હેઠળ એગ્રીકલ્ચર પ્રોસેસિંગ માટે ટામેટા, ડુંગળી અને બટાકાના ક્લસ્ટરરોને સ્થાપિત કરવામાં આવશે. આ ઉત્પાદકોના મુલ્ય અને માંગની ભવિષ્યવાણી પર ફોકસ કરીને ખેડૂતો નક્કી કરી શકશે કે વધુમાં વધુમાં ફાયદા મેળવવા માટે કયા પાકનું વાવેતર કરવામાં આવે”.