Politics/ પ્રશાંત કિશોરની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થતાં રાજકીય અટકળો શરૂ

પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર જઇને મુલાકાત કરી હતી. આ બેઠક બાદ રાજકીય અટકળો શરૂ થઇ ગઇ હતી

Top Stories
rahul પ્રશાંત કિશોરની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થતાં રાજકીય અટકળો શરૂ

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારના દિવસે કોગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે પણ મુલાકાત કરી હતી, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર જઇને મુલાકાત કરી હતી. આ બેઠક બાદ રાજકીય અટકળો શરૂ થઇ ગઇ હતી.ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસના ચૂંટણી રણનીતિકારની જવાબદારી પ્રશાંત કિશોર પાસે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને રાજકીય નિષ્ણાતો જુવે છે,

આગામી વર્ષમાં ઉત્તરપ્રદેશ ,ઉત્તરાખંડ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓ યોજાવાની છે. કિશોરની બેઠક ગાંધી પરિવારથી  થતાં રાજકીય અટકળો તેજ થઇ ગઇ છે. પ્રંશાત કિશોરએ બહુ સારા ચૂંટણી રણનીતિકાર છે, હાલમાં જ પશ્વિમ બંગાળના તે ચૂંટણી  રણનિતિકાર હતા તેમની વ્યુહરચના ત્યાં કામમાં આવી હતી અને મમતા બેનર્જી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા.તેમની ચૂંટણી પ્રત્યેની આગવી શૈલીથી કામ કરીને વિરોધીઓને હરાવે છે.ઉલ્લેખનીય છે કે હાલમાં તે પંજાબની ચૂંટણીના રણનીતિકાર છે ,આવનાર ચૂંટણીમાં તે અન્ય રાજ્યોમાં કોંગ્રેસ સાથે જોવા મળશે તો નવાઇની વાત નથી.