Not Set/ “હવે ઘર સંભાળે ધોની’ કોણે દર્શાવી આ ઇચ્છા…વાંચો

ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજકાલ ક્રિકેટથી દૂર છે. ઘણા લોકો તેની ક્રિકેટમાં પરત ફરવાની વાતને નકારી રહ્યા છે. લાખો લોકોનાં દિલોમાં રાજ કરનાર ધોનીની નિવૃત્તિને લઇને ચર્ચાઓ હવે જોર પકડી રહી છે.  આ વિશે હવે ધોનીનાં માતા-પિતાની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. 2019 વર્લ્ડ કપ બાદ ધોનીનાં નિવૃત્ત થવાની ચર્ચાઓ સામે […]

Top Stories Sports
ms dhoni retirement news “હવે ઘર સંભાળે ધોની’ કોણે દર્શાવી આ ઇચ્છા...વાંચો

ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજકાલ ક્રિકેટથી દૂર છે. ઘણા લોકો તેની ક્રિકેટમાં પરત ફરવાની વાતને નકારી રહ્યા છે. લાખો લોકોનાં દિલોમાં રાજ કરનાર ધોનીની નિવૃત્તિને લઇને ચર્ચાઓ હવે જોર પકડી રહી છે.  આ વિશે હવે ધોનીનાં માતા-પિતાની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે.

2019 વર્લ્ડ કપ બાદ ધોનીનાં નિવૃત્ત થવાની ચર્ચાઓ સામે આવી રહી છે. જો કે, ધોનીએ આ અંગે હજી સુધી કંઈ કહ્યું નથી. વર્લ્ડ કપ પછી, જ્યારે વિરાટ કોહલીને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું હતું કે, શું ધોની નિવૃત્ત થશે. તો વિરાટ કોહલીએ કહ્યું હતુ કે, ધોનીએ આજ સુધી અમારી સાથે આ વિશે વાત કરી નથી. તેથી, અત્યારે તેના વિશે કંઇ કહી શકાતું નથી.

ધોનીનાં બાળપણનાં કોચ કેશવ બેનર્જીને એક યુટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, “શું તમને લાગે છે કે ધોનીએ હવે નિવૃત્ત થવું જોઈએ?” ત્યારબાદ તેમણે ઇનકાર કર્યો કે ધોનીમાં ક્રિકેટ હજી બાકી છે. કોચ કેશવ બેનર્જીએ પણ આ વિશે ધોનીનાં માતા-પિતા સાથે વાત કરી છે. તો જ્યારે બેનર્જીને પૂછવામાં આવ્યું કે, શું ધોનીનાં માતા-પિતાને લાગે છે કે ધોનીએ ક્રિકેટ છોડવી જોઈએ? તો તેમણે કહ્યું કે હા તેના માતાપિતા ઈચ્છે છે કે ધોની હવે ક્રિકેટમાંથી નિવૃત્ત થાય અને અહીં આવી તેમની સાથે રહે અને ઘરની સંભાળ લે.

જો કે બેનર્જીએ ધોનીનાં નિવૃત્તિને નકારી કાઢતા કહ્યું કે ધોની વધુ 1 વર્ષ ક્રિકેટ રમી શકે છે અને આવતા વર્ષે ટી-20 મેચ બાદ ધોનીએ નિવૃત્તિ લેવાનો વિચાર કરવો જોઇએ. પરંતુ જ્યારે ધોનીએ આ વિશે કંઇ કહ્યું નથી, ત્યારે ધોની નિવૃત્ત થઈ રહ્યો છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.