Gujarat HC/ હવે ખોટી રીતે હેબિયસ કોર્પસકરનાર સામે HCની લાલ આંખ, 25 હજારનો થશે દંડ

પુખ્ત વયની યુવતીના ઘરેથી ભાગી જવાના મોટાભાગના કેસમાં માતા-પિતા જાણતા જ હોય છે કે, તેમની દીકરી ઘરેથી ભાગી અને પોતાની મરજીથી કોર્ટ મેરેજ કરી લીધા છે. છ્તાય માતપિતા દ્વારા દીકરીને શોધવા માટે ખોટી રીતે હેબિયસ ની અરજી કરવામાં આવે છે.

Top Stories Gujarat
ફાયર સેફ્ટી ફાયર NOC મુદ્દે HCનો મહત્વનો આદેશ : ‘NOC વગરની હોસ્પિટલોમાં
  • હવે ખોટી રીતે હેબિયસ કોર્પસ કરનારને થશે દંડ
  • હાઇકોર્ટ દ્નારા 25 હજારનો દંડ કરવામાં આવશે
  • સરકારી, કોર્ટ મશીનરીનો થાય છે દુરુપયોગ
  • મહેસાણાના કેસને લઇ હાઇકોર્ટે કરી લાલઆંખ
  • પુખ્ત વયની યુવતીઓને લઇને થતી હોય છે હેબિયસ

ગુજરાત રાજ્યમાં હાઇકોર્ટ દ્વારા ખોટી રીતે હેબિયસ કોપર્સ ની અરજી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. કોર્ટે જણાવ્યુ હતું કે પુખ્ત વયની યુવતીના ઘરેથી ભાગી જવાના મોટાભાગના કેસમાં માતા-પિતા જાણતા જ હોય છે કે, તેમની દીકરી ઘરેથી ભાગી અને પોતાની મરજીથી કોર્ટ મેરેજ કરી લીધા છે. છ્તાય માતપિતા દ્વારા દીકરીને શોધવા માટે ખોટી રીતે હેબિયસ ની અરજી કરવામાં આવે છે. અને કોર્ટ અને સરકારી કર્મચારીઓનો સમય બગાડવામાં આવે છે.  હવે પછી આવી ખબર પડશે તો હેબિયસ કરનારને 25 હજારનો દંડ કરવામાં આવશે.

અત્રે નોધનીય છે કે, મહેસાણામાંથી ગુમ થયેલી સગીરાને શોધવા તેણીના માતાપિતા દ્વારા હેબિયસ કરી હતી. અને આ કેસમાં કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરી હતી કે, કોર્ટ સમક્ષ આવતા કેસમાં મોટાભાગના કેસમાં સગીરા કે યુવતીઓ પોતાની મરજીથી ઘર છોડીને જતી રહી હોય છે. તેમને કોઈ ઉપાડી જતું નથી કે ગેરકાયદે ગોંધી રાખતું નથી. આવી અરજીઓ કરીને અરજદારો સરકારી કર્મચારી અને કોર્ટનો દુરુપયોગ કરે છે.

આવા લોકોના કારણે અન્ય લોકોના કેસમાં ખલેલ પહોંચે છે. અને કેટલાક ને કેસ નહિ ચાલી શકવાને લીધે જેલમાં પણ રહેવું પડે છે. છોકરીઓ પુખ્ત હોય ત્યારે તેને જ્યાં જવું હોય ત્યાં જવા દો. કોર્ટ પણ પુખ્તવયની છોકરીઓને રોકી શકે નહિ.