Not Set/ ISRO આજે લોન્ચ કરશે શક્તિશાળી રક્ષા સેટેલાઇટ RiSAT-2BR1

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આજે એટલે કે 11 ડિસેમ્બર 2019 નાં રોજ બપોરે 3.25 વાગ્યે બીજો શક્તિશાળી ઇમેજિંગ ઉપગ્રહ લોન્ચ કરશે. તેનું નામ રીસેટ-2બીઆર રાખવામાં આવેલ છે. આ પછી, અવકાશમાં ભારતની રડાર ઇમેજિંગની શક્તિ અનેકગણી વધશે. તેમજ દુશ્મનો ઉપર નજર રાખવી પણ સરળ રહેશે. પીએસએલવી-48 યાન દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ભારતનાં રડાર ઇમેજિંગ પૃથ્વી […]

Top Stories India
10 12 2019 isro pslv launch 19832218 ISRO આજે લોન્ચ કરશે શક્તિશાળી રક્ષા સેટેલાઇટ RiSAT-2BR1

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આજે એટલે કે 11 ડિસેમ્બર 2019 નાં રોજ બપોરે 3.25 વાગ્યે બીજો શક્તિશાળી ઇમેજિંગ ઉપગ્રહ લોન્ચ કરશે. તેનું નામ રીસેટ-2બીઆર રાખવામાં આવેલ છે. આ પછી, અવકાશમાં ભારતની રડાર ઇમેજિંગની શક્તિ અનેકગણી વધશે. તેમજ દુશ્મનો ઉપર નજર રાખવી પણ સરળ રહેશે.

પીએસએલવી-48 યાન દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ભારતનાં રડાર ઇમેજિંગ પૃથ્વી સર્વેલન્સ સેટેલાઇટને લોન્ચ કરવાની ગણતરી મંગળવારથી શરૂ થઈ છે. ઇસરોએ જણાવ્યું કે, પોલર સેટેલાઇટ લોન્ચ રોકેટ (પીએસએલવી) નું 50 મું મિશન, પીએસએલવી-સી 48, બુધવારે બપોરે 3.25 વાગ્યે શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટરનાં પ્રથમ લોન્ચપેડથી ઉડાન કરશે.

આપને જણાવી દઇએ કે આ 628 કિલોગ્રામ ઉપગ્રહ કૃષિ, વન અને આપત્તિ વ્યવસ્થાપનમાં સહાય પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવેલ છે, આ ઉપગ્રહ તેની સાથે નવ નાના ઉપગ્રહોને લઇને જશે. આમાં ઇઝરાઇલ, ઇટલી, જાપાન પ્રત્યેક એક અને છ યુએસ ઉપગ્રહોનો સમાવેશ કરવામાં આવશે. ઇસરોએ જણાવ્યું હતું કે, રિસેટ-2 બીrisat-2brઆર 1 માટેની ગણતરી મંગળવારે સાંજે 4.40 વાગ્યે શરૂ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.