Gujarat election 2022/ દસવી પાસઃ ગુજરાત ભાજપના 25 ટકા ઉમેદવારોની આટલી જ છે લાયકાત

રાજકારણમાં ભણેલા લોકો ન આવે તો શું સ્થિતિ સર્જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેમા જોવા મળ્યું. ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો દસવી પાસ છે.

Top Stories Gujarat
  • ભાજપના 26 ટકા ઉમેદવારો જ સ્નાતક છે
  • ભાજપના 14 ઉમેદવારો જ ઉચ્ચશિક્ષિત
  • ઓછો ક્રાઇમ રેટ ધરાવતા ઉમેદવારોને પસંદ કર્યા

રાજકારણમાં (Politics) ભણેલા લોકો ન આવે તો શું સ્થિતિ સર્જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેમા જોવા મળ્યું. ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોમાંથી (Candidate) 40 ઉમેદવારો દસવી પાસ (Tenth) છે. તેમાય કેટલાક ઉમેદવારો માટે તો દસવી પાસ થવાની કે ત્યાં સુધી પહોંચવાની સિદ્ધિ પણ નામે લખાઈ નથી.

આ જોતા અભિષેક બચ્ચન (Abhishek bachhan) અભિનિત વેબ સિરીઝ (Web series) દસવી પાસ યાદ આવ્યા વગર રહેતી નથી.જો કે તેની સામે રાહત લેવા જેવી વાત એ છે કે રાજકારણમાં ધીમે-ધીમે ભણેલા લોકોની સંખ્યા વધી રહી છે. આ બહુ મોટી રાહત છે. ભાજપે દસવી પાસ 40 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપના કુલ 160 ઉમેદવારોના બાયોડેટા જોઈએ તો તેમાથી 40 ઉમેદવારો દસમા ધોરણ સુધી માંડ પહોંચ્યા. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપના 25 ટકા ઉમેદવારોની એસએસસી સુધી પણ પહોંચ્યા નથી.

ભાજપે આ સંતુલન સાધવા માટે સ્નાતક કે ગ્રેજ્યુએટ હોય તેવા 44 ઉમેદવારોને ટિકિટ આપી છે. ડોક્ટરો, વકીલો, શિક્ષકોથી માંડીને એન્જિનિયર જેવા ઉચ્ચ શિક્ષિત 14 ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ રીતે તેણે ઓછું ભણેલા અને વધુ ભણેલા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપે આ વખતે ગુનાખોરીનો ઇતિહાસ ઓછો તથા નહીવત કે નગણ્ય ધરાવતા હોય તેને ટિકિટ આપવું વધુ મુનાસિબ માન્યું છે. તેના લીધે આ વખતના ઉમેદવારોની યાદીમાં તેની પાસે ગંભીર ગુના ધરાવતા ઉમેદવારોની સંખ્યા સૌથી ઓછી છે.

આ પણ વાંચો

Profile/ ભાજપે નરોડામાંથી ડો. પાયલ કુકરાણીને મેદાનમાં ઉતાર્યા,જાણો તેમના વિશે

Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર બદલ્યા