કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૨૨ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજે ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર અને પોષ સુદ એકમ છે, આજે ચંદ્રની રાશિ મકર અને સૂર્યની રાશિ ધન છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૫ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૯ કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો
હિંદુ ધર્મમાં ભગવાન શિવને કલ્યાણકારી દેવ માનવામાં આવે છે. શિવજીના મંત્રોમાં મહામૃત્યુંજય મંત્રને સૌથી શક્તિશાળી અને રક્ષણ આપનારો મંત્ર ગણવામાં આવે છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી આયુષ્ય, આરોગ્ય, માનસિક શાંતિ અને દુઃખોમાંથી મુક્તિ મળે છે.
આજનું રાશિફળ જણાવે છે કે કઈ રાશિના જાતકો માટે આજે મહામૃત્યુંજય મંત્રનો જાપ વિશેષ ફાયદાકારક સાબિત થશે અને બાકીની રાશિઓ માટે દિવસ કેવો રહેશે.
મહામૃત્યુંજય મંત્ર (Mahamrityunjaya Mantra)નું ધાર્મિક મહત્વ
“ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્।
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥”
આ મંત્રને મૃત્યુજય મંત્ર પણ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે ભગવાન શિવ આપણને રોગ, ભય અને અકાળ મૃત્યુથી બચાવે અને અમરત્વના માર્ગે દોરી જાય. જ્યોતિષ(Astrology) અનુસાર, આ મંત્ર ગ્રહદોષ, રાહુ-કેતુ અસર, શનિની સાડેસાતી અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
બીજની સમાપ્તિ : સવારે ૧૦:૫૨ સુધી.
- તારીખ :- ૨૨-૧૨-૨૦૨૫, સોમવાર / પોષ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૬ થી ૦૮:૩૬ |
| શુભ | ૦૯:૫૭ થી ૧૧:૧૭ |
| લાભ | ૦૩:૧૮ થી ૦૪.૩૯ |
| અમૃત | ૦૪:૩૯ થી ૦૫:૫૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૩૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal):

- મેષ (અ, લ , ઈ) :-
- સંતાનનું સુખ મળે.
- મિત્રની સલાહ લેવી.
- સન્માન પ્રાપ્તિમાં વધારો થાય.
- સંબંધો માટે ખૂબ જ સારો દિવસ છે
- શુભ કલર – નીલમ
- શુભ નબર- ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – ગોલ્ડ
- શુભ નંબર –૪

- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો આવે.
- પોઝિટિવિટી તમને એનર્જી મળશે.
- તમારા પ્રયત્નો રંગ લાવશે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬

- કર્ક (ડ, હ) :-
- ભાઈ બહેન તરફથી લાભ મળે.
- ઓફિસના કામ ઝડપી થાય.
- જમીન-મકાન થી ફાયદો થાય.
- તમારા ઈમોશન્સ ખુલીને વ્યક્ત કરો.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧

- સિંહ (મ, ટ) :-
- આખો દિવસ હસતા રહો.
- નવા સંબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૫

- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારું મન અશાંત રહે.
- સામાન્ય કામ મુશ્કેલ લાગશે.
- પરિવાર અને સામાજિક સંબંધોમાં અડચણો આવે.
- વાત કરતી વખતે સાવચેતી રાખજો.
- શુભ કલર – લવંડર
- શુભ નંબર –૧

- તુલા (ર , ત) :-
- તમારા વખાણ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- મહત્વના કામમાં કોઈ સફળતા મળે.
- તમારા ગુસ્સા અથવા નિરાશાને સંભાળો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૯

- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
- ધાર્મિક કાર્ય થાય.
- જૂના મતભેદો અને તણાવોને ભૂલી જાવ.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- પોતાને શાંત રાખો અને ધીરજ જાળવો.
- સમસ્યામાં પોઝિટિવ એપ્રોચ અપનાવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –4

- મકર (ખ, જ) :-
- ઉધાર આપવું કે લેવું નહીં.
- દિવસ આનંદમય જાય.
- સમય તમને શીખવશે.
- સારા કરતા માટે વધુ સારા નિર્ણય લઇ શકો.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૮

- કુંભ (ગ, શ, સ, ષ) :
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- માનસિક શાંતિ મળે.
- મુશ્કેલ સમયમાં આત્મમંથન કરો.
- સંબંધોને વધુ સારી રીતે સમજી શકો.
- શુભ કલર- કોફી
- શુભ નંબર- ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૯
આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
