સુરતઃ સુરતમાં દોઢ મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત થયું છે. ખત્રીનગરમાં રહેતા કુટુંબની દોઢ મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત થયું છે. બાળકીને તાવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરવામાં આવી હતી.
આશ્ચર્યની વાત તો એ છે કે બાળકીને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. તાવ, ઝાડા થયા બાદ બાળકીનું મોત થયું હતું. બાળકીનું મોત ન્યુમોનિયાથી થયું હોવાની શંકા છે. ડોક્ટરોનું કહેવું છે કે બાળકીનો કેસ હિસ્ટરી પણ નોર્મલ હતો. તેને કશું જ થયું હોવાનું લાગતું ન હતુ, પરંતુ તેઓ માને છે કે કદાચ બાળકી બેવડી સીઝનનો માર સહન કરી શકી ન હોય.
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ
આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ
આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના
