Not Set/ નિર્મલા સીતારમનની ચેતવણી પર પાકિસ્તાન બોલ્યું, ભારતને તેનીજ ભાષામાં જવાબ આપીશું

જમ્મુ અને કશ્મીરમાં સેના શિબિર પર આતંકી હુમલામાં પર ભારતના રક્ષા મંત્રી નિર્મલા સીતારામને પાકીસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને અંજામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ત્યારે પાકીસ્તાનના રક્ષામંત્રી ખુર્રમ દસ્તગીરે મંગળવારએ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતની આ કરતૂતોનો જવાબ પાકિસ્તાન તેની જ ભાષામાં આપશે. આગળ તેમણે કહ્યું કે, કોઈ પણ ભારતીય આક્રમકતા, રણનીતિક, […]

Top Stories

જમ્મુ અને કશ્મીરમાં સેના શિબિર પર આતંકી હુમલામાં પર ભારતના રક્ષા મંત્રી નિર્મલા સીતારામને પાકીસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને અંજામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

ત્યારે પાકીસ્તાનના રક્ષામંત્રી ખુર્રમ દસ્તગીરે મંગળવારએ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતની આ કરતૂતોનો જવાબ પાકિસ્તાન તેની જ ભાષામાં આપશે. આગળ તેમણે કહ્યું કે, કોઈ પણ ભારતીય આક્રમકતા, રણનીતિક, ખોટા વિચારો, જેવાં કોઈ પણ કરતૂતોને અમે સહન નહિ કરીએ અને ભારતને અમે તેની જ ભાષામાં જવાબ આપીશું.

પાકિસ્તાનના રક્ષામંત્રીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાન હાલ સશસ્ત્રબળથી મજબુત બની ગયું છે. અમે બધી પરીસ્થિતિને પહોંચીવળવા માટે સક્ષમ છીએ અને અમારા દેશની અખંડતાની રક્ષા માટે અમે પૂરી રીતે તૈયાર છીએ.

પાકિસ્તાનના રક્ષામંત્રીનું આ બયાન ત્યારે આવ્યું છે. જયારે ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારામનએ કહ્યું હતું કે, જમ્મુ અને કશ્મીરમાં સેનાના કેમ્પ પર હુમલો કરવામાં માટે જે આતંકવાદીઓ આવ્યા હતા તે પાકિસ્તાની હતા. નિર્મલા સીતારામનએ કહ્યું હતું કે, અમારા સૈનિકોની શહાદત વ્યર્થ નહિ જાય પાકિસ્તાન આનો અંજામ ભોગવવા માટે તૈયાર રહે.