પાકિસ્તાન અત્યાર સુંધી ક્યારે હાફીઝ સાથે કડક પગલાં લીધા નહોતા પણ આ વખતે અમેરિકા અને ભારતના દબાવમાં આવીને આંતકવાદીઓ વિરૂદ્ધ હવે કડક પગલા લેવા માટે મજબુર બની ગયાં છે.
સુત્રોના જણાવ્યા મુજબ નેશનલ એન્ટી ટેરરીઝમ ઓથોરીટીએ આ એક નવું પગલું લીધું છે અને કહ્યું કે, ગૃહમંત્રી, વિત્તમંત્રી અને વિદેશ મંત્રીની સાથે સાથે નેશનલ એન્ટી ટેરરીઝમ ઓથોરીટી એક સાથે મળીને કામ કરીશું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન એક એવા અધ્યાદેશ પર હસ્તાક્ષર કર્યા છે, કે જેનો ઉદેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા, અને તાલીબાન જેવાં સંગઠનનો લગામ લગાવાની છે.
UNSCની પ્રતિબંધિત યાદીમાં લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-જાંગવી, જમાત-ઉદ-દાવા, ફલાહ- ઈન્સાનિયત- ફાઉન્ડેશન જેવાં બીજા પણ સામેલ છે.
ધ એક્સ્પ્રેસ ટ્રીબ્યુનના અનુસાર અધ્યાદેશ એન્ટી એક્ટની એ કલમમાં સંશોધન કરે છે અને અધિકારીઓને યુએનએસસી દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને આતંકવાદી સંગઠનનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા, તેમના કાર્યાલય તથા બેન્ક ખાતાઓને સીલ કરવાનો અધિકાર પ્રદાન કરે છે.