કાબુલની રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલા પછી એરપોર્ટ બંધ થઈ ગયું છે અને તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અમેરિકન સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે હુમલા પહેલાં થોડા સમય પહેલાં કાબુલ એરપોર્ટ પર પહોંચ્યાં હતા.

આ ઘટનામાં કોઇ નુકસાન થયા હોવાના સમાચાર નથી. અફઘાનિસ્તાનની ટોલો ન્યૂઝના અહેવાલો અનુસાર, તાલિબાન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે અને તેમના નિશાના હતા યુએસના રક્ષા મંત્રી જેમ્સ મેટિસ.

તો બીજી બાજુ, ન્યૂઝ એજન્સિ રોયટર્સ અનુસાર ઇસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.
