Not Set/ ઓનલાઇન શોપિંગમાં પ્રીમિયમ TV ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો

ઓનલાઇન શોપિંગમાં આ વખતે ટ્રેન્ડ બદલાયો છે. ગ્રાહકો તહેવારોમાં પ્રીમિયમ ટેલિવિઝિન અને એપ્લાયન્સિસ ખરીદી રહ્યા છે. અત્યાર સુધી તેઓ મુખ્યત્વે ઇ-શોપિંગ દ્વારા રૂ.15,000થી ઓછી કિંમતના એન્ટ્રી લેવલ મોડલ્સ જ ખરીદતા હતા. ઓનિડા, બીપીએલ, વ્યુ અને સાન્યો જેવી બ્રાન્ડ્સના જણાવ્યા અનુસાર ફ્લિપકાર્ટ અને એમેઝોનના ગયા સપ્તાહના સેલમાં સ્માર્ટ અને 4K ટીવીની માંગ વધુ હતી. ઓનિડાનું વેચાણ […]

Tech & Auto Business

ઓનલાઇન શોપિંગમાં આ વખતે ટ્રેન્ડ બદલાયો છે. ગ્રાહકો તહેવારોમાં પ્રીમિયમ ટેલિવિઝિન અને એપ્લાયન્સિસ ખરીદી રહ્યા છે. અત્યાર સુધી તેઓ મુખ્યત્વે ઇ-શોપિંગ દ્વારા રૂ.15,000થી ઓછી કિંમતના એન્ટ્રી લેવલ મોડલ્સ જ ખરીદતા હતા.

ઓનિડા, બીપીએલ, વ્યુ અને સાન્યો જેવી બ્રાન્ડ્સના જણાવ્યા અનુસાર ફ્લિપકાર્ટ અને એમેઝોનના ગયા સપ્તાહના સેલમાં સ્માર્ટ અને 4K ટીવીની માંગ વધુ હતી.

ઓનિડાનું વેચાણ કરતી મર્ક ઇલેક્ટ્રોનિક્સના બિઝનેસ હેડ સુનિલ શંકરે જણાવ્યું હતું કે, માર્કેટપ્લેસ દ્વારા સર્ટિફાઇડ અને એશ્યોર્ડ પ્રોડક્ટ્સના કારણે પ્રીમિયમ બ્રાન્ડ્સનું વેચાણ વધ્યું છે.

ઉપરાંત, ગ્રાહકોના પોઝિટિવ રિવ્યૂના કારણે પણ ઓનલાઇન વેચાણ પર સાનુકૂળ અસર થઈ છે. ઓનિડાનું રૂ.28,000નું 43 ઇંચનું સ્માર્ટ ટીવી સૌથી વધુ વેચાયું હતું.