કોરોના સંકટકાળમાં સરકાર તરફથી રાહત પેકેજ જાહેર થયા બાદ લોકો થોડો રાહતનો શ્વાસ લીધો છે. જો કે તેના ફાળવણીને લઇને ઘમી ચર્ચાઓ હજુ પણ થઇ રહી છે. આ વચ્ચે ભારતીય બેન્કને 9 હજાર કરોડથી વધુનો લોન લઇને ભાગી ચુકેલા દારૂનાં ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારત સરકારનાં 20 લાખ કરોડનાં કોરોના રાહત પેકેજ માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે.
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ તમામ પૈસા સરકારને પરત આપવાની વાત પણ કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આર્થિક પેકેજનાં પ્રથમ તબક્કાની જાહેરાત કર્યા પછી જ વિજય માલ્યાએ ટ્વીટ કરીને ભારત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. વિજય માલ્યાએ રાહત પેકેજની ઘોષણા પર કેન્દ્ર સરકારને અભિનંદન આપવા સાથે તમામ નાણાં સરકારને પરત કરવાની ઓફર પણ કરી છે.
Congratulations to the Government for a Covid 19 relief package. They can print as much currency as they want BUT should a small contributor like me who offers 100% payback of State owned Bank loans be constantly ignored ? Please take my money unconditionally and close.
— Vijay Mallya (@TheVijayMallya) May 14, 2020
વિજય માલ્યાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, કોરોના સંકટ વચ્ચે સરકારને મોટા રાહત પેકેજની જાહેરાત કરવા બદલ અભિનંદન. માલ્યાએ લખ્યું હતું કે, તે જેટલા પૈસા છાપવા માંગે તે છાપી શકે છે, પરંતુ સરકારે મારા નાના સહયોગને અવગણવું જોઈએ નહીં. માલ્યાએ વધુમાં લખ્યું છે કે, તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) નાં તમામ પૈસા પરત કરવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
