Not Set/ ગુજરાતમાં BHEL દ્વારા 800 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટનો શુભારંભ

ગુજરાતમાં BHEL દ્વારા 800 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટનો શુભારંભ કરાયો છે. ખેડા જિલ્લાનાં વણાકબોરીમાં આવેલા કોલસા આધારિત સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટની માલિકી ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ – જીએસઈસીએલ પાસે છે રોકાણ, રોજગારી સહિતની અનેક તકો સર્જાશે : વીજ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને ફાયદો જ ફાયદો દેશની સૌથી મોટી સાર્વજનિક […]

Top Stories Gujarat Others Tech & Auto

ગુજરાતમાં BHEL દ્વારા 800 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટનો શુભારંભ કરાયો છે. ખેડા જિલ્લાનાં વણાકબોરીમાં આવેલા કોલસા આધારિત સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટની માલિકી ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ – જીએસઈસીએલ પાસે છે

રોકાણ, રોજગારી સહિતની અનેક તકો સર્જાશે : વીજ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને ફાયદો જ ફાયદો

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની વિજળીનાં મહાકાય ઉપકરણો બનાવતી કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા ગુજરાતનાં વણાકબોરીમાં 800 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતાવાળું સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં સ્થિત  આ યુનિટ ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ (જીએસઈસીએલ)ની માલિકી ધરાવે છે. BHEL દ્વારા અગાઉ વણાકબોરી ખાતે 210 મેગાવોટની વીજ ઉત્પાદની ક્ષમતા ધરાવતા સાત એકમો સ્થપાયા હતા. હવે આ કંપની દ્વારા ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમની ખેડા જિલ્લામાં સ્થિત પરિયોજના હેઠળ આઠમા એકમનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, 800 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતાવાળું આ યુનિટ ગુજરાત વિદ્યુત નિગમનું હાઈએસ્ટ રેટિંગ સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ છે.

BHEL ગુજરાત વીજ ક્ષેત્રનાં વિકાસમાં એક પ્રમુખ ભાગીદાર છે. BHELએ ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમની સ્થાપિત ક્ષમતામાં 86 ટકાથી વધુ યોગદાન આપ્યું છે. BHEL દ્વારા ગુજરાતનાં ખેડા જિલ્લામાં વણાકબોરી ખાતે 800 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતું કોલસા આધારિત સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ સ્થપાઈને શરૂ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સ્ટેટ ગુજરાતમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા 800 મેગાવોટ સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટનો સ્થાપન-પ્રારંભ થતા ગુજરાતમાં વીજ સમસ્યા કાયમી ઉકેલ તો આવશે જ સાથોસાથ માત્ર વીજ ક્ષેત્રની જ નહીં પરંતુ રોકાણ, રોજગારી સહિતની અનેક તકો સર્જાશે અને ઘણાબધા ક્ષેત્રોને તેનો લાભ મળતો થશે.

BHEL પાસે વૈશ્વિકસ્તરે 185000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાવાળા યુનિટ છે. તેણે અત્યાર સુધીમાં દેશી તેમજ વિદેશી બજારોમાં સુપર ક્રિટીકલ બોઈલરનાં 58 સેટ અને સુપર ક્રિટીકલ ટર્બાઈન જનરેટર્સનાં 53 નંગનાં કરાર કર્યા છે. ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભારત સરકારની માલિકી ધરાવતી કંપની છે. તે પાવર પ્લાન્ટનાં સાધનોનું ઉત્પાદન કરે છે. ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલા વણાકબોરી સ્થિત 800 મેગાવોટ કોલસા આધારિત સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટ શરૂ કરવા BHEL દ્વારા આ પ્રોજેક્ટ માટેનાં મુખ્ય વીજ ઉપકરણો હરિદ્વાર, ત્રિચી, હૈદરાબાદ, રાણીપેટ, ભોપાલ, બેંગલુરુ, થિરુમયમ અને ઝાંસીમાં આવેલી ફેક્ટરીઓમાં બનાવવામાં આવ્યા હતા તથા આ યુનિટનું નિર્માણ નાગપુરમાં કંપનીનાં પાવર સેક્ટર – પશ્ચિમ ક્ષેત્ર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં રાજ્ય ગુજરાતમાં BHEL દ્વારા 800 મેગાવોટ સુપર ક્રિટીકલ થર્મલ પાવર યુનિટનો શુભારંભ થતા વીજ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને ફાયદો જ ફાયદો થશે એવું ચોક્કસપણે કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.