Not Set/ અમેરિકાએ ૪૦ ખરબ ડોલરનુ વાર્ષિક બજેટ રજુ કર્યું, પાકિસ્તાનને કરશે સૈન્ય મદદ પણ નિયમ અને શરતો લાગુ

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે. ત્યારથી પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યુ છે. આતંકવાદને લઈને પાકિસ્તાનને ફટકાર લગાવવાની હોય કે પછી ૨૫૫ મિલીયન ડોલરની સૈન્ય સહાય રોકવાની હોય દરેક મામલે ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યુ છે. કોઈ પણ પ્રકારની અસરકારક કામગીરી વિના જ અમેરિકાએ પાકિસ્તાનને ફરી સહાય ફાળવવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને […]

World
pak america relations અમેરિકાએ ૪૦ ખરબ ડોલરનુ વાર્ષિક બજેટ રજુ કર્યું, પાકિસ્તાનને કરશે સૈન્ય મદદ પણ નિયમ અને શરતો લાગુ

વોશિંગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે. ત્યારથી પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યુ છે. આતંકવાદને લઈને પાકિસ્તાનને ફટકાર લગાવવાની હોય કે પછી ૨૫૫ મિલીયન ડોલરની સૈન્ય સહાય રોકવાની હોય દરેક મામલે ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યુ છે.

કોઈ પણ પ્રકારની અસરકારક કામગીરી વિના જ અમેરિકાએ પાકિસ્તાનને ફરી સહાય ફાળવવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને અમેરિકાનુ બેવડુ વલણ સ્પષ્ટ થઈ રહ્યુ છે.

જોકે ટ્રમ્પ સરકારે રજુ કરેલ નવા બજેટમાં પાકિસ્તાનને સૈન્ય સહાય ફાળવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ઓક્ટોબરથી શરુ થઈ રહેલ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૪૦ ખરબ ડોલરનુ વાર્ષિક બજેટ રજુ કર્યુ છે.

આ બજેટમાં પાકિસ્તાન માટે ૨૫.૬ કરોડ ડોલરની સૈન્ય સહાય અને ૮ કરોડ ડોલરની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ટ્રમ્પે આ સહાયના બદલામાં કેટલીક આકરી શરતો પણ મુકી છે.

પાકિસ્તાને પોતાની જમીન પર સક્રિય આતંકી સંગઠન સામે કાર્યવાહી કરવાની રહેશે. મહત્વનું છે કે, થોડા સપ્તાહ પહેલા જ અમેરિકાએ પાકિસ્તાનને પોતાની જમીન પર કાર્યરત આતંકી સંગઠન સામે કાર્યવાહી ન કરવા મામલે લગભગ ૨ અબજ ડોલરની સૈન્ય સહાય રોકવાની જાહેરાત કરી હતી.

સાથે જ વ્હાઈટ હાઉસેએ પણ જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનો સામે અસરકારક કાર્યવાહી કરશે તો  સહાય પર મુકવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે.