12:30pm
ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રિલે દોડમાં પોતાનું અનુખું સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીતીને દેશનું અને ડાંગનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. ૪૦૦ મીટરની દોડ માત્ર 58.8 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
—————————————————————————————————-
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.
—————————————————————————————————-
મહેસાણા: બલોલ ગામમાં 17 વર્ષીય કિશોરની અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ કિશોર ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. લાશ મળી આવતા મહેસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
—————————————————————————————————-
અમરેલી: જાફરાબાદ પોલીસે રાજુલાના કડીયાળી ગામેથી 8 જુગારીઓને ઝડપી મુદ્દામાલ સહિત રૂપિયા 8 લાખનો માલ જપ્ત કર્યો છે.
—————————————————————————————————-
અમરેલી: મહા શિવરાત્રી હોવાથી શિવાલયો આજે હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.
—————————————————————————————————-
બનાસકાંઠા : થરાદના ચુડમેર અને ઉચપામાં નહેર પરથી પાઇપો કાપી નાખી હોવાથી નહેર પર મુકેલા મશીનો અને બકનળી હટાવી લેવાઇ છે.
—————————————————————————————————-
બનાસકાંઠા : પાલનપુરમાં પોલીસે 8 જુગારીઓને રૂપિયા 5530ના મુદ્દામાલ સાથે ઝડપી તેમની સામે ગુનો નોંધ્યો છે.
—————————————————————————————————-
