પંચમહાલ જીલ્લાનાં પાટનગર ગોધરા ખાતે આવેલ એમ.જી.વી.સી.એલ.નાં ગોધરા સીટી પશ્ચિમમાં દરૂણીયા ગામનાં અભરામ પટેલનાં મુવાડામાં રહેતા બારીયા કાશીબહેન ગોકળભાઈ બારીયા દ્વારા ઘર વપરાશ માટે એમ.જી.વી.સી.એલ.નાં પશ્ચિમ સબ ડીવીઝનમાં નવીન વીજ કનેક્શન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે ગોધરા સીટી પશ્ચિમ સબ ડીવીઝન દ્વારા ગ્રાહકનાં રજીસ્ટર મોબાઈલમાં ચાર હજાર એકસો પાત્રીસ રૂપીયા ભરવા માટે એક મેસેજ મોકલી આપવામાં આવ્યો હતો. આ મેસેજનાં આધારે અરજી કર્તાએ ગોધરા સીટી પશ્ચિમમાં વીજ કનેકશનનાં નાણાં ભરવા માટે જતા ગ્રાહકને એસ્ટીમેન્ટનાં નાણાં ભરવા માટે ધરમ ધક્કા ખવડાવીને કહેવામાં આવ્યું કે આપનું આ એસ્ટીમેન્ટ ખોટું બન્યું હોય અને નવેસરથી સર્વે કરીને નવું એસ્ટીમેન્ટ બનાવીને આપવામાં આવશે તે રકમ ભરવી પડશે તેમ કહીને અરજીકર્તાને રૂપિયા એક લાખ છસો પાંત્રીસનું એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું.
જ્યારે કે સરકારી ધારા ધોરણ મુજબ નક્કી કરાયેલ શહેરી વિસ્તાર અને ગામતળ વિસ્તારો માટે નવીન કનેક્શન માટે ફિક્સ ભાવ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે દરૂણીયા ગામનાં અભરામ પટેલનાં મુવાડા વિસ્તાર ગોધરા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ હોય અને તે વિસ્તારોમાંથી નવીન વીજ કનેકશનો મેળવવા માટે ગ્રાહકો દ્વારા અરજી કરવામાં આવતા એમ.જી.વી.સી.એલ.નાં ગોધરા સીટી પશ્ચિમનાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા બે-બે એસ્ટીમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને અરજીકર્તાને પહેલા ફિક્સ ભાવ મુજબ એસ્ટીમેન્ટ ભરવા માટે મોબાઈલ ઉપર મેસેજ મોકલવામાં આવે છે અને અરજીકર્તા જયારે તે એસ્ટીમેન્ટના નાણાં ભરવા માટે જતા હોય છે ત્યારે તેઓને ધરમ ધકકાઓ ખવડાવીને ખોટા બહાનાઓ બતાવીને કે તમારું એસ્ટીમેન્ટ ખોટું બનેલ છે તેમ જણાવીને હેરાન કરીને ફરીથી એક મોટી રકમનું એસ્ટીમેન્ટ બનાવીને ભરવા માટે દબાણ કરવામાં આવે છે અને ત્યારબાદ અરજીકર્તાને રૂબરૂ બોલાવીને રકમ ઓછી કરી આપવા માટે બેઠક કરવા માટે ગોધરા સીટી પશ્ચિમનાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા અરજીકર્તા પાસેથી નાણાં પડાવવાની નીતિ અપનાવી ક્નેકશન આપવા માટે કહેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
હાલમાં જ દરૂણીયા ગામમાં આવેલ અભરામ પટેલના મુવાડા કે જે ગોધરા નગરપાલીકા વિસ્તારમાં આવતું હોય અને એમ.જી.વી સી.એલ.ના નિયમો અનુસાર માંગેલ દસ્તાવેજી પુરાવામાં માંગવામાં આવેલ નગરપાલીકાની વેરા પાવતી તેમજ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવેલ આકારણી પત્રક હોવા છતાં બારીઆ કશીબહેન ગોકળભાઈને પહેલા એક મેસેજ મોકલી રૂપિયા ચાર હજાર એકસો પાત્રીસ ભરવા જણાવવામાં આવ્યું જયારે અરજીકર્તા કશીબહેન દ્વારા આ એસ્ટીમેન્ટ મુજબની રકમ ભરવા માટે ગોધરા સીટી પશ્ચિમમાં ગયા ત્યારે તેમને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ધરમ ધક્કાઓ ખવડાવવામાં આવ્યા અને ત્યારબાદ કશીબહેનને કહેવામાં આવ્યું કે તમારું એસ્ટીમેન્ટ ખોટું બન્યું હોવાથી તમે આ એસ્ટીમેન્ટ મુજબના નાણાં ભરી શકશો નહી અને અમે તમને ફરીથી સર્વે કરીને નવું એસ્ટીમેન્ટ બનાવીને તમને નવો મેસેજ કરીશું તેમ કહીને કશીબહેનને બીજો મેસેજ રૂપિયા એક લાખ છસો પાત્રીસ ભરવા માટે જણાવવામાં આવ્યું જયારે કશીબહેન દ્વારા આ એસ્ટીમેન્ટ મુજબની રકમ ભરવા માટે રાજી ન થતા ગોધરા સીટી પશ્ચિમના નાયબ કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ સોલંકીએ કશીબહેનને પોતાની ચેમ્બરમાં બોલાવીને બેઠક કરીને તમારા એસ્ટીમેન્ટની રકમ ઓછી કરી આપવા માટે તેઓ પાસે લાંચ ના નાણાંની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ ગરીબ વિધવા બહેન માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આવા લાંચીયા અધિકારીઓ ગરીબોને લુંટવાની તરકીબો અપનાવીને લુંટ મચાવી રહ્યા હોવાનું લોક મુખે ચર્ચામાં જોવા મળી આવ્યું હતું હવે એ જોવાનું રહ્યું કે આવા અધિકારી સામે કાયદેસર કાર્યવાહી કરીને ગરીબ વિધવા બાઈને કનેક્શન આપવામાં આવે છે કે કેમ ?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
