શહેરા તાલુકાના ચલાલી ગામના સંજય બારીઆને તુ દારૂનો ધંધો કર અને દીવાળી કરવાના ઉધરાણામાં ₹ ૩૦ હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયેલા શહેરા પોલીસ સ્ટેશન ડી.સ્ટાફના એ.એસ.આઈ.મહેન્દ્રસીંહ બારીઆની જામીન અરજી ગોધરા સેશન્સ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવી.
શહેરા પોલીસ સ્ટેશનમાં ડી.સ્ટાફમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ બારીઆએ ચુસ્ત દારૂ બંધીનો અમલ કરવાના બદલે ચલાલી ગામના બુટલેગર સંજય બારીઆના ઘરે જઇને તે દારૂનો ધંધો કેમ બંધ કર્યો અને હવે ધંધો ચાલુ કર અને મને દિવાળી કરાવ આ પ્રકારનો દમ મારીને ₹ ૧ લાખની માંગણી કરી હતી.એમાં રકઝકના અંતે ₹ ૬૦ હજાર નક્કી કરવામાં આવ્યા હતા. શહેરા પોલીસ સ્ટેશનમાં ફરજના ઓથા હેઠળ વિદેશી શરાબનો ધંધો ચાલુ કરાવીને ઉધરાણાઓ કરનાર આ ડી.સ્ટાફના એ.એસ.આઈ.મહેન્દ્રસિંહ બારીઆએ પોતાની ખાનગી કાર લઈ ચલાલી ગામે સંજય બારીઆના ઘરે જઇને ₹ ૬૦ હજારના ઉધરાણામાંથી દમ મારીને ₹ ૩૦ હજાર લઈ આવ્યા બાદ બાકીના ઉધરાણા માટે રૂઆબ દેખાડવાનુ શરૂ કર્યુ હતુ. આ સંર્દભમાં સંજય બારીઆએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ માં કરેલા સંર્પકના આધારે દાહોદ એ.સી.બી.પી.આઈ. એ.કે. અસાડાએ ગોઠવેલ છટકામાં આ ડી.સ્ટાફના એ.એસ.આઈ.મહેન્દ્રસિંહ બારીઆ બુટલેગર પાસેથી ₹ ૩૦ હજાર ઉધરાણાંની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવાના બદલે બુટલેગરના ઘરે જઈને દારૂનો ધંધો ચાલુ કર અને ઉધરાણાની માંગણી કરતા એ.સી.બી. ના સંકજામાં ઝડપાઈ ગયેલા શહેરા સ્ટાફના એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ બારીઆનો આ કિસ્સો પોલીસ તંત્રમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. લાંચ લેતા ઝડપાયેલા આ મહેન્દ્રસિંહ બારીઆ દ્વારા એ.સી.બી.સ્પે.કોર્ટમાં નિયમીત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના સંર્દભમા ગોધરા સ્થિત ૪થા એડીશનલ સેશન્સ જજ સ્પેશીયલ અદાલત સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલો બાદ એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ બારીઆની જામીન અરજીને નામંજુર કરતો ચુકાદો સંભળાવ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
