@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી
મોરબીના લાલપર નજીકના કોમ્પ્લેક્ષની દુકાનમાં જુગારની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહીત ૫૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂ અને કાર સહિત 2.44 લાખનો મુદામાલ જપ્ત
મોરબીના લાલપર પાસેના રીયલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે દુકાન નં ૪૦ માં જુગારની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા આશીફ મહમદહુશેન સુમરા રહે વિસીપરા મોરબી, લક્ષ્મણ ગોકળ ભરવાડ રહે વાવડી રોડ મોરબી અને યાકુબ ખાન અબ્દુલ ખાલિક પઠાણ રહે રણછોડનગર મોરબી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ ૪૨ હજાર અને ૩ મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર મળીને કુલ ૫૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમીયાન આરોપી અસ્લમ અબ્દુલ સુમરા રહે વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી વાળો નાસી ગયો હોય જેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
જે જુગાર રેડની કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કણોતરા, ભરતભાઈ જીલરીયા અને નીરવભાઈ મકવાણા સહિતની ટીમ જોડાયેલ હતી.
ભાવનગરમાં એરપોર્ટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
