Gujarat News/ આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટમાં 2,200થી વધુ બિઝનેસ મીટિંગનું આયોજન

FIEO અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટમાં 2,200થી વધુ બિઝનેસ મીટિંગનું આયોજન અને ₹500 કરોડથી વધુની એક્સપોર્ટ ઇન્ક્વાયરીઝ પ્રાપ્ત

Gandhinagar Gujarat
International Buyer-Seller Business Meeting

ગાંધીનગર, 13 ઓક્ટોબર, 2025: ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને ગુજરાત સરકાર દ્વારા વર્લ્ડ બૅન્ક RAMP પ્રોજેક્ટ હેઠળ, ગુજરાત સરકારના MSME વિભાગ અને iNDEXTbના સહયોગથી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 9-10 ઑક્ટોબર, 2025ના રોજ ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત)ના ભાગ રૂપે યોજાયો હતો.

ઉદ્યોગ પ્રતિનિધિઓ તરફથી આ બે-દિવસીય કાર્યક્રમને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં 17 દેશોના 40 આંતરરાષ્ટ્રીય બાયર્સ (ખરીદદારો) અને ગુજરાત અને સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 850થી વધુ ભારતીય નિકાસકારો વચ્ચે 2,200થી વધુ વન-ટુ-વન મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) અજય ભાદૂ (આઇએએસ) અને ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) કમિશનર સંદીપ જે. સાગલેએ બાયર-સેલર મીટમાં હાજર રહીને બાયર્સ અને સેલર્સ બંને સાથે સંવાદ કર્યો અને વૈશ્વિક વેપાર સંબંધોને વેગ આપવા અને ગુજરાતની નિકાસ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી.

FIEOના પ્રમુખ એસ. સી. રાલ્હને જણાવ્યું કે, બે-દિવસીય આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટમાં કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા મુખ્ય ક્ષેત્રો કેન્દ્રસ્થાને હતા. આ આયોજન વૈશ્વિક વેપાર જોડાણો વધારવા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મજબૂત માધ્યમ બન્યું હતું. આ ઉપરાંત, તેણે ગુજરાતને અગ્રણી નિકાસ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાતભરમાં 14 અને 15 ઓક્ટોબરના રોજ યોજાશે “રવિ કૃષિ મહોત્સવ-2025”…છબનપુર ગામથી રાજ્યવ્યાપી શુભારંભ…

આ પણ વાંચો:વિકાસ સપ્તાહ અંતર્ગત, 10 ઓક્ટોબરે ‘ઉદ્યોગ સાહસિક દિવસ’: ગુજરાત ‘મેઇક ઇન ઇન્ડિયા’ માં અગ્રેસર…

આ પણ વાંચો:નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…