Gujarat Weather/ ગુજરાતના વાતાવરણમાં પલટો! કચ્છમાં આગામી 3 કલાકમાં હળવો વરસાદની સંભાવના 

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ કચ્છમાં આગામી 3 કલાકમાં હળવા વરસાદ (Rain Alert) અને 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 માર્ચથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 37-38 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

Top Stories Gujarat Breaking News
Rain Alert

Gujarat Weather:હવામાન વિભાગે આજે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરતાં કચ્છમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની (Rain Alert) આગાહી કરી છે. સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 28 માર્ચની રાત્રિથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

ગુજરાત અને કચ્છમાં માવઠાની (Rain Alert) શક્યતા

આગામી અઠવાડિયામાં ગુજરાતમાં હાલના સૂકા હવામાનની સ્થિતિ બદલાવા જઈ રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, 29 માર્ચથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની (Rain Alert) શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે 30 માર્ચે (શનિવાર) બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણ સૂકું જ રહ્યું છે.આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

હાલ અમદાવાદનું વર્તમાન મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ છે.શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મંગળવારની સરખામણીએ બુધવારે મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને તે 37.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આગામી એક-બે દિવસ તાપમાન 37 થી 38 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો : કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા

આ પણ વાંચો :એપ્રિલમાં પણ માવઠું! ગુજરાતમાં આંધી-તોફાન અને વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી

આ પણ વાંચો :સાવધાન! માર્ચના અંતમાં ફરી બદલાશે વાતાવરણ, આ 12 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો