Ahmedabad News:અમદાવાદમાં વહેલી સવારે શેલા વિસ્તારમાં આવેલ સ્કાયસિટી રિવેરાના C બ્લોકમાં આગની ભયાનક આગની ઘટના બની છે. આગનો (Shela Highrise Fire) ધુમાડો 15મા માળ સુધી ફેલાતાં સમગ્ર બિલ્ડિંગમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના ક્લબ ઓ સેવન (Club O7) રોડ પર આવેલ આ હાઈરાઈઝ ફ્લેટમાં બની છે. અહેવાલ મુજબ, આગની શરૂઆત ત્રીજા માળે થઈ હોવાનું જણાય છે, જેનો ધુમાડો ઉપરના માળ સુધી ઝડપથી ફેલાઈ ગયો હતો. ધુમાડો જોતાં જ ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો તાત્કાલિક રીતે નીચે ઉતરવા લાગ્યા હતા.
આગને (Shela Highrise Fire) કારણે રહીશોમાં ગભરાહટ
અમદાવાદ ફાયર અને ઈમર્જન્સી સર્વિસિસ (AFES)ની 14થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચીને આગ (Shela Highrise Fire) બુઝાવવાની કામગીરીમાં જોડાઈ છે. ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ પણ સ્થળ પર હાજર છે અને રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહી છે.

હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા.અનેક રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે. તપાસ ચાલુ છે.
વહેલી સવારે અચાનક ધુમાડો જોવા મળતાં લોકો ભયભીત થઈ ગયા હતા. કેટલાક લોકો બાલ્કની અને સીડીઓમાંથી નીચે ઉતર્યા હતા. ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી આફત ટળી છે.આગને (Shela Highrise Fire) કાબૂમાં લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
