Not Set/ કોકડું ગુચવાયું, જીલ્લા પંચાયતમાં પ્રમુખ કોણ?

તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ છ મહાનગરપાલિકામાં મેયરની નિમણુક કર્યા બાદ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થઈ ગયા બાદ હવે જીલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક કરવાની કામગીરી હાથ ધરી […]

Ahmedabad Gujarat

તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ છ મહાનગરપાલિકામાં મેયરની નિમણુક કર્યા બાદ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થઈ ગયા બાદ હવે જીલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે રાજ્યની એક જીલ્લા પંચાયતમાં કોંગ્રેસે બહુમતિ મેળવી નથી તો પણ જીલ્લા પંચાયતમાં પ્રમુખની દાવેદારીમાં કોંગ્રેસના ઉમેદવારે અને ઉપપ્રમુખમાં ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. ત્યારે કાલે DDO દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવનાર છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થઈ ચુકી છે. ત્યારે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જયારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સ્પષ્ટ બહુમતિ સાથે જીત મેળવ્યા બાદ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા પામી હતી. જે બેઠકોમાં રાજ્યની છ મહાનગરપાલિકામાં મેયર તેમજ ડે.મેયરના નામની ચર્ચા કર્યા બાદ નિમણુક કરવામાં આવી હતી. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નગર પાલિકા તેમજ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામોની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક કરવામાં આવી હતી.  ત્યારે અમદાવાદ જીલ્લા પંચાયતમાં પણ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુક માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ પદની દાવેદારીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારૂબેન પઢારે ઉમેદવારી નોધાવી છે. જયારે ઉપપ્રમુખના પદ માટે ભાજપના રમેશ મકવાણા અને કોંગ્રેસના પ્રભાતસિંહ મકવાણાએ ફોર્મ ભર્યું છે.

ભાજપ દ્વારા પ્રયત્નો હાથ ધર્યા

અમદાવાદ જીલ્લા પંચાયતમાં  ભાજપમાંથી કોઈ એસટી મહિલા ઉમેદવાર ચુંટણી જીત્યું નથી જેથી ભાજપ મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યું છે. જયારે કોંગ્રેસના એસટી મહિલા ઉમેદવાર ચુંટણી જીત્યા હોઈ કોંગ્રેસના મહિલા ઉમેદવાર દ્વારા પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે. કાલે અમદાવાદ જીલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામની જાહેરાત થનાર છે. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપમાં લાવવા માટેના ભાજપના આગેવાનો દ્વારા પ્રયત્નો હાથ ધર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 કોંગ્રેસના ઉમેદવારે નોધાવી પ્રમુખ પદ માટે દાવેદારી

જીલ્લા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. જેમાં અમદાવાદ જીલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા એસટીનું છે.  જેમા શાહપુર સીટ પરથી પારૂબેન પઢાર વિજયી થયા હતા. જયારે ભાજપમાંથી કોઈ એસટી મહિલા ઉમેદવાર જીત્યા ન હોવાને લીધે કોંગ્રેસના ઉમેદવારે પ્રમુખ પદ માટે દાવેદારી નોધાવી છે.